Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
WeeklyWrap આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેક ન્યુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં “નામજ પઢેગા ગુજરાત” ટેગલાઈન સાથે આમ આદમી પાર્ટીનું ભ્રામક પોસ્ટર વાયરલ થયું અને આ તરફ ગાંધીનગર સ્ટેશનના વિડિઓ અયોધ્યા અને જામનગર હોવાના દાવા વાયરલ.
“નામજ પઢેગા ગુજરાત” ટેગલાઈન સાથે આમ આદમી પાર્ટીનું ભ્રામક પોસ્ટર વાયરલ, જાણો શું છે સત્ય
AAP દ્વારા આખા ગુજરાત માં જન સંવેદના મુલાકાત કરવામાં આવી રહી છે, જેને લઇ અનેક જગ્યાએ પ્રચાર અર્થે પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં “નમાજ પઢશે ગુજરાત” અને “ભાગવત સપ્તાહ અને સત્યનારાયણ કથા જેવી ફાલતુ પ્રવૃત્તિ છોડો” ટેગલાઈન સાથે આ પોસ્ટર વાયરલ થયેલ છે.
ગાંધીનગરમાં તૈયાર થયેલ અત્યાધુનિક રેલવે સ્ટેશન જામનગર અને અયોધ્યા સ્ટેશન હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ
જામનગરમાં નવું આધુનિક રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. વાયરલ વિડિઓ ગાંધીનગર ખાતે બનાવવામાં આવેલ રેલવે સ્ટેશન છે. આ રેલવે સ્ટેશન અંગે રેલ મંત્રી પિયુષ ગોયેલ દ્વારા એક વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે, જેમાં સ્ટેશન અંગે તમામ માહિતી જોવા મળે છે. વાયરલ વિડિઓ અયોધ્યા કે જામનગર નું રેલવે સ્ટેશન નથી,સોશ્યલ મીડિયા પોસ્ટ ભ્રામક દાવા સાથે વાયરલ થયેલ છે.
કેનેડામાં ભારે તોફાન આવ્યું હોવાના ભ્રામક દાવા સાથે હોલીવુડ ફિલ્મનો વિડિઓ વાયરલ
વાવાઝોડાને કારણે કેનેડાના ટોરોન્ટોના એક એરપોર્ટ પર લેન્ડફોલ થયું હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. સોશ્યલ મીડિયા પર વાયરલ વિડિઓ એક હોલીવુડ ફિલ્મ ‘Into the Storm’ ના દર્શ્યો છે, જે 2014માં રિલીઝ થયેલ છે. ફેસબુક પર કેનેડા માં તોફાન આવ્યું હોવાના ભ્રામક દાવા સાથે ફિલ્મ વિડિઓ શેર કરવામાં આવેલ છે.
હિમાચલ, ધર્મશાલા ખાતે ભૂસ્ખલન થયું હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ વાયરલ
કોરોના સંકટ વચ્ચે દેશભરના લોકો આ દિવસોમાં પહાડી વિસ્તારોમાં ફરવા જઇ રહ્યા છે. દેશના અનેક રાજ્યોમાં સતત વરસાદ પડી રહ્યો છે. ડુંગરાળ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થઈ રહ્યું છે. સોમવારે હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લાના ધર્મશાળાના ભાગુ નાગમાં અચાનક વાદળ ફાટવાના કારણે પૂરની સ્થિતિ સર્જાઇ હતી.
શું ઇટલી યુરો કપની જીત બાદ 500મી રોડ પર ફટાકડા ફોડ્યા છે?
યુરો કપમાં ઈટાલીની જીતનાં અભિનંદન.એની ઊજવણી ફટાકડા ફોડીને થઈ.હિન્દુસ્તાનમાં દિવાળીએ ઊજવણી વેળા ફોડાતા ફટાકડાથી થતા પ્રદુષણની ચિંતા કરનારા અને જ્ઞાન બાંટનારો વર્ગ હાલ ચુપ રેહશે. કેમકે હોળી કે દિવાળી વેળા જ એમનું પ્રદૂષણ ચિંતન ચાલતું હોય
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.