(Gandhinagar new railway station)
રેલવે છેલ્લા કેટલાક સમયથી ખાનગીકરણને પ્રોત્સાહન આપી રહી છે. ધીમી ધીમે જુના રેલવે સ્ટેશનનોનું સ્થાન નવા અને અત્યાધુનિક સસ્ટેશનો લઈ રહ્યાં છે. આવું જ આધુનિક સુવિધા સજ્જ ભવ્ય રેલવે સ્ટેશન જામનગરમાં તૈયાર કરાયું હોવાના દાવા સાથે એક વિડિઓ વાયરલ થયેલ છે.
આ ઉપરાંત રેલવે સ્ટેશનનો આ વાયરલ વિડિઓ ટ્વીટર અને ફેસબુક પર “श्रीराम जन्मभूमि अयोध्या में रेलवे स्टेशन बन कर तैयार हो गया है” કેપશન સાથે શેર કરતા આ રેલવે સ્ટેશન રામ જન્મભૂમિ અયોધ્યા નું હોવાનો દાવો કરવામાં આવેલ છે.
Factcheck / Verification
સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલ વિડિઓ ધ્યાન પૂર્વક જોતા એક જગ્યાએ દીવાલ પર “Gandhi Ashram”, “Champaner Arches“ और “Gujarat Tourism” લખાયેલ જોવા મળે છે.
વાયરલ વિડિઓ ના અંતે ગાંધીનગર મહાત્મા મંદિર ના દર્શ્યો જોવા મળે છે, જયારે વાયરલ વિડિઓ ની તસ્વીર અને મહાત્મા મંદિર ની તસ્વીર સરખાવતાં જાણવા મળે છે કે આ વિડિઓ ગાંધીનગર રેલવે સ્ટેશન છે.

ગાંધીનગર નવું રેલવે સ્ટેશન તૈયાર થયું હોવા અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા sandesh ન્યુઝ દ્વારા પ્રકાશિત અહેવાલ જોવામળે છે. અહેવાલ મુજબ થોડા સમય આગાઉ ગાંધીનગર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટનો વીડિયો રેલ મંત્રી પિયુષ ગોયલે શેર કર્યો હતો. જેમાં ફિલ્મ અભિનેતા પ્રતિક ગાંધી ગાંધીનગર રેલવે સ્ટેશન અંગે કેટલીક માહિતી આપે છે. વીડિયો શેર કરતા પિયુષ ગોયલે લખ્યું ક છે કે, આ કોઈ હોટલ છે કે રેલવે સ્ટેશન? જયારે જામનગર નવા રેલવે સ્ટેશન ન્યુઝ રિપોર્ટ જોવા મળતા નથી.
જયારે ગાંધીનગર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે ગુગલ સર્ચ કરતા pmindia વેબસાઈટ પર ગુજરાતમાં ગાંધીનગર રેલવે સ્ટેશન કોમ્પ્લેક્ષ, રિડેવલપમેન્ટ માટે 9 જાન્યુઆરી 2017ના રોજ પ્રધાનમંત્રી મોદી દ્વારા ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.
ન્યુઝ સંસ્થાન deshgujarat દ્વારા માર્ચ 2021ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ મુજબ ગાંધીનગર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પૂર્ણ થઇ ચુક્યો છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર અત્યારે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે ફાઈવ સ્ટાર હોટલ બનાવવામાં આવી છે. મહાત્મા મંદિર નજીક હોવાથી ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનને અદ્યતન બનાવવા માં આવ્યું છે.

ગાંધીનગર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ garud વેબસાઈટ પર પ્રોજેક્ટ અંગે તમામ માહિતી જોવા મળે છે. ગાંધીનગર રેલવે સ્ટેશન પર આલીશાન હોટલ જેમાં લગભગ 400 રૂમ હશે, રેલવે સ્ટેશન મહાત્મા મંદિર તેમજ એક્ઝિબિશન સેન્ટર સંલગ્ન આ હોટલ બનશે. આ ઉપરાંત રેલવે સ્ટેશન પર ડેક બનાવવામાં આવશે. આ ડેક પર 6,8 10 માળના ત્રણ ટાવર ઊભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવેલ છે.

ટ્વીટર પર Indian Railway Stations Development Corp. Ltd. દ્વારા 2019માં આ વિષય પર કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે, જેમાં PM મોદી પ્રોજેક્ટના ઉદ્ઘાટન સમયે આવ્યા હતા, તેમજ TV9 દ્વારા કરવામાં આવેલ ટ્વીટ મુજબ આગામી 15 જુલાઈ ના PM મોદી આ હોટેલ અને સ્ટેશનના ઉદ્ઘાટન માટે પણ આવી શકે છે.
આ છે ગાંધીનગર ખાતે તૈયાર થયેલ અત્યાધુનિક રેલવે સ્ટેશન
યુટ્યુબ પર ગાંધીનગરમાં તૈયાર થયેલ અત્યાધુનિક રેલવે સ્ટેશન પર કેટલાક વ્લોગર દ્વારા વિસ્તૃત માહિતી સાથે વિડિઓ પબ્લિશ કરવામાં આવેલ છે. Nirajkumar Vlogs અને Amrut Lifenjoy દ્વારા આ વિષય પર માહિતી આપતા વિડિઓ અહીં જોઈ શકાય છે.
જયારે જામનગર રેલવે સ્ટેશન વિશે ગુગલ સર્ચ કરતા અહીંયા સ્ટેશન ની કેટલીક તસ્વીર જોઈ શકાય છે,જે વાયરલ વિડિઓ થી તદ્દન અલગ છે. તેમજ અહીંયા જામનગર ના જુના રેલવે સ્ટેશન ની પણ કેટલીક તસ્વીરો જોઈ શકાય છે.
જામનગર નવું રેલવે સ્ટેશન
જામનગર જૂનું રેલવે સ્ટેશન
તેમજ અયોધ્યા રેલવે સ્ટેશન હોવાના દાવા અંગે newschecker હિન્દી ટિમ દ્વારા આ વિષય પર ફેકટચેક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવેલ છે, તેમજ PIB પ્રેસ નોટ મુજબ અયોધ્યા સ્ટેશન નું હજુ કામ ચાલી રહ્યું છે, જે 2022ના અંત સુધીમાં તૈયાર થઇ જશે.
Conclusion
જામનગરમાં નવું આધુનિક રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. વાયરલ વિડિઓ ગાંધીનગર ખાતે બનાવવામાં આવેલ રેલવે સ્ટેશન છે. આ રેલવે સ્ટેશન અંગે રેલ મંત્રી પિયુષ ગોયેલ દ્વારા એક વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે, જેમાં સ્ટેશન અંગે તમામ માહિતી જોવા મળે છે. વાયરલ વિડિઓ અયોધ્યા કે જામનગર નું રેલવે સ્ટેશન નથી,સોશ્યલ મીડિયા પોસ્ટ ભ્રામક દાવા સાથે વાયરલ થયેલ છે.
Result :- False
Our Source
sandesh
TV9
Twitter
piyush Goyel
PIB
Indian Railway Stations Development Corp. Ltd.
Youtube Vlog
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044