Fact Check
Weekly Wrap : CM અશોક ગહેલોતે ફટાકડા ફોડી રહ્યા છે, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે બંધ અને CM ગહેલોતે સોશિયલ ડિસ્ટનસીંગ ભૂલીને નમાઝ અદા કરી તો PM મોદીનો યોગ કરતો ભ્રામક વિડિઓ વાયરલ

આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં CM અશોક ગહેલોત સોશિયલ ડિસ્ટનસીંગ ભૂલીને નમાઝ અદા કરી તો કર્ફ્યુના અમલ માટે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે બંધ અને ગહેલોતે મનાઈ હોવા છતાં ફટાકડા ફોડ્યા અને BJPએ ગુજરાત અને હિમાચલની ચૂંટણીમાં EVM હેક કર્યા હોવાના ભ્રામક દાવાઓ પર કરવામાં આવેલ Top 5 ફેક્ટ ચેક

CM અશોક ગહેલોતે ફટાકડા ફોડવાની ના પાડી અને માસ્ક અને સોશિયલ ડિસ્ટનસીંગ ભૂલીને નમાઝ અદા કરી હોવાનો ભ્રામક દાવો વાયરલ
વાયરલ વિડિઓ ક્લિપની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે વિડિઓ ક્લિપ તાજેતરની નથી પરંતુ વર્ષ 2019 માં જ્યારે સીએમ અશોક ગેહલોતે રાજસ્થાનના ડુંગરપુરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ગલિયાકોટ સ્થિત પ્રાચીન શીતલા શીતલા મંદિરની મુલાકાત લીધી અને મઝાર ફાખરી દરગાહ ખાતે પૂજા-અર્ચના કરી હતી.

કર્ફ્યુના અમલ માટે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે બંધ કરવામાં આવ્યો હોવાનો ભ્રામક દાવો વાયરલ
ન્યુઝ સંસ્થાનો તેમજ હાઇવે એથોરિટી દ્વારા કરવામાં આવેલ સ્પષ્ટતા મુજબ કરફ્યુના કડક અમલીકરણ માટે હાઈવે બંધ કરવામાં આવ્યો છે તે વાત તદ્દન પાયાવિહોણી સાબિત થઈ છે. એક્સપ્રેસ હાઈવે રાબેતા મુજબ જ ખુલ્લો છે,કરફ્યુના પગલે ફક્ત વાહનોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.

CM અશોક ગહેલોત મનાઈ હોવા છતાં ફટાકડા ફોડી રહ્યા હોવાનો ભ્રામક દાવો વાયરલ
CM અશોક ગહેલોત ફટાકડા ફોડી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર વર્ષ 2019માં ઉજવવામાં આવેલ દિવાળી સમયની છે. સોશ્યલ મીડિયા પર ભ્રામક દાવાઓ સાથે CMની તસ્વીર વાયરલ કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લેતા આ વર્ષે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

BJPએ ગુજરાત અને હિમાચલની ચૂંટણીમાં EVM હેક કર્યા છે, પૂર્વ ચૂંટણી કમિશનરના નામ પર ભ્રામક દાવો વાયરલ
સોશ્યલ મીડિયા પર EVM હેકિંગની હેડલાઈન સાથે પૂર્વ ચૂંટણી કમિશ્નર ટીએસ કૃષ્ણમૂર્તિના નામ પર વાયરલ થયેલ દાવો તદ્દન ભ્રામક છે. 2017-18માં thedailygraph દ્વારા આ ભ્રામક ન્યુઝ પબ્લિશ કરવામાં આવ્યા હતા. જે મુદ્દે ચૂંટણી કમિશનર ટીએસ કૃષ્ણમૂર્તિ દ્વારા વાયરલ દાવાનું ખંડન પણ કરવામાં આવેલ છે.

PM મોદી સાધુ રૂપે જીવન જીવતા ત્યારે યોગ કરી રહ્યા હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ વાયરલ
વડાપ્રધાન મોદી યોગાસન કરી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ તદ્દન ભ્રામક છે. વાયરલ વિડિઓ યોગાચાર્ય બી.કે.એસ. આયંગરનો છે. BJP નેતા તેમજ અન્ય સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા નરેન્દ્ર મોદી સાધુ રૂપે જીવન જીવતા ત્યારે યોગ કરતા હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ વિડિઓ કે તસ્વીર યોગાચાર્ય બી.કે.એસ. આયંગર છે.
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)