આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં બેંગ્લોરના ખેડૂતોએ પોતાનું સુપર માર્કેટ બનાવ્યું,PM મોદીના ભાઈ અને તેમની સંપત્તિ-ધંધા પર વાયરલ તો 7 કરોડની કિંમત સાથે વારાણસી ભાજપ કાર્યાલય વહેંચવા મુકાયું અને ફાઇઝરની વેક્સીન ‘મેડ ઈન ચાઈના’, મુકેશ અંબાણી પાર્ટી આપી રહ્યા હોવાના ભ્રામક દાવાઓ પર TOP 5 ફેક્ટ ચેક

બેંગ્લોરના ખેડૂતોએ પોતાનું સુપર માર્કેટ બનાવ્યું હોવાના ભ્રામક દાવાનું સત્ય
ખેડૂતો દ્વારા પોતાનું સુપર માર્કેટ બનાવવામાં આવ્યું હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. વાયરલ તસ્વીર બેંગ્લોરનું સુપર માર્કેટ humus છે, જે એક ખાનગી કંપની છે. તેમજ ખેડૂતો પોતાના શાકભાજી અને ફળો અહીંયા વેચે છે, જેને humus ઑન્લીર્ન અને ઓફલાઈન માર્કેટના મદદથી બેંગ્લોરના ગ્રાહકોને વેચે છે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

PM મોદીના ભાઈ અને તેમની સંપત્તિ-ધંધા પર વાયરલ થયેલ ભ્રામક દાવાનું સત્ય
નરેન્દ્ર મોદીના ભાઈ અને તેમના ધંધા રોજગાર પર સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ દાવો તદ્દન ભ્રામક છે. PM મોદીના ભાઈ ના તો કોઈ સરકારી પોસ્ટ પર કામ કરી રહ્યા છે, ના તો કોઈપણ ભાઈ રિલાયન્સ મોલનો માલિક છે. તેમજ કોઈપણ ભાઈ પાસે મારુતિ, હ્યુન્ડાઇના શો-રૂમ આવેલ નથી.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

7 કરોડની કિંમત સાથે વારાણસી ભાજપ કાર્યાલય વહેંચવા મુકાયું હોવાનો ભ્રામક દાવો વાયરલ
વારાણસી ખાતે આવેલ ભાજપ કાર્યાલય વહેંચવા માટે OLX પર મુકવામાં આવેલ જાહેરાત તદ્દન ભ્રામક છે. વારાણસી પોલીસે આ ઘટના પર 4 લોકોની ધરપકડ કરેલ છે. સોશ્યલ મીડિયા પર અને OLX પર 7 કરોડની રકમ સાથે ભાજપ કાર્યાલયની તસ્વીર શેર કરવામાં આવી હતી, જે ભાજપ તરફથી નહીં પરંતુ કેટલાક ટિખળખોર લોકો દ્વારા ભ્રામક જાહેરાત કરવામાં આવી હતી.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ફાઇઝરની વેક્સીન ‘મેડ ઈન ચાઈના’ હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ
કોરોના વાયરસની વેક્સીનની વાયરલ તસ્વીર સાથે મેડ ઈન ચાઈનાની હોવાનો કરવામાં આવેલ દાવો તદ્દન ભ્રામક છે. આ ઉપરાંત નવા રાષ્ટ્રપતિ બાઇડેનને વાયરલ તસ્વીરમાં બતાવવામાં આવેલ વેક્સીન લગાવવામાં આવી હોવાનો દાવો પણ તદ્દન ભ્રામક છે. આ મુદ્દે ફાઇઝર કંપની દ્વારા તેમજ ગુગલ સર્ચ દ્વારા મળતી તમામ માહિતી સ્પષ્ટ કરે છે કે વાયરલ વેક્સીનની તસ્વીર ભ્રામક છે. ફાઇઝર વેક્સીન માત્ર US અને જર્મનીમાં જ બને છે, કોરોના વેક્સીન ઇન્જેક્શન દ્વારા હાથ પર લગાવવામાં આવે છે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમો ભૂલીને મુકેશ અંબાણી પાર્ટી આપી રહ્યા હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ વાયરલ
કોરોના વાયરસના નિયમો ભૂલીને મુકેશ અંબાણી પાર્ટી આપી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ તદ્દન ભ્રામક છે. વાયરલ વિડિઓ સપ્ટેમ્બર 2019માં મુકેશ અંબાણીના ઘર પર રાખવામાં આવેલ ગણેશ પૂજા સમયનો છે. જે વિડિઓ હાલમાં મુકેશ અંબાણી દાદા બન્યા હોવાની ખુશીમાં પાર્ટી આપી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044)