આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં વિડિઓમાં કિસાનનું મૃત્યુ થયું હોવાનો ભ્રામક દાવો, Comedian મુન્નવર ફારુકીને કોર્ટની બહાર એક વકીલે થપ્પડ મારી અને દિલ્હી સિંઘુ બોર્ડર આ ટેન્ટ હાઉસ લગાવવામાં આવ્યા તેમજ ગુજરાતમાં 24 કલાક માટે ગેસ લાઈન બંધ રહેવાની અફવા કરવામાં આવેલ TOP 5 ફેક્ટ ચેક

વાયરલ વિડિઓમાં કિસાનનું મૃત્યુ થયું હોવાનો ભ્રામક દાવો કરવામાં આવેલ છે, જાણો કોણ છે તે વ્યક્તિ
વાયરલ વીડિયોની તપાસ દરમિયાન ઉપરોક્ત તથ્યો બહાર આવ્યાં કે વૃદ્ધ વ્યક્તિ કે જેમનુ મૃત્યુ થયું હોવાનો દાવો કરવામાં આવે છે તે હકીકતમાં સલામત છે. તે ફક્ત બ્લડ પ્રેશરની તફ્લીક હોવાને કારણે બેભાન થયા હતા.

Comedian મુન્નવર ફારુકીને કોર્ટની બહાર એક વકીલે થપ્પડ મારી હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ વાયરલ
મુન્નવર ફારુકી કેસ મામલે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ વિડિઓ ભ્રામક છે. કોર્ટ પરિષરની બહાર ઉભેલા કેટલાક વકીલ માંથી આ કેસ મામલે નારાજ વકીલ દ્વારા ફારુકીના મિત્રને થપ્પડ મારવામાં આવી હતી. વાયરલ વિડિઓમાં આ વ્યક્તિ મુન્નવર ફારુકી હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

દિલ્હી સિંઘુ બોર્ડર આ ટેન્ટ હાઉસ લગાવવામાં આવ્યા હોવાનો દાવો ભ્રામક છે, જાણો શું છે સત્ય
સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલી તસ્વીર ભ્રામક દાવા શેર કરવામાં આવી રહી છે. વાયરલ તસવીરનો દિલ્હી સિંઘુ બોર્ડર પર ચાલતા ખેડૂત આંદોલન સાથે કોઈ સંબંધ નથી. વાયરલ તસ્વીર હકીકતમાં 2013માં અલ્લાહબાદ થયેલ મહાકુંભ મેળા સમયે લગાવવામાં આવેલ ટેન્ટ હાઉસ છે, જેને ખેડૂત આંદોલન સાથે ભ્રામક રીતે જોડવામાં આવેલ છે.

ગુજરાતના નલિયામાં પાણી ની પાઇપ માંથી બરફ નીકળતો હોવાના વાયરલ ભ્રામક વિડિઓનું સત્ય
નલિયામાં માઇનસ 2 ડિગ્રી તાપમાન હોવા સાથે ખેતરમાં પાણી ની પાઈપલાઈન માંથી બરફના ટુકડા નીકળી રહ્યા હોવાનો વાયરલ વિડિઓ હકીકતમાં નોર્થ ઇન્ડિયા હરિયાણાના ફિરોઝપુરનો છે. તેમજ વાયરલ વિડિઓ ડિસેમ્બર 2018માં લેવામાં આવેલ છે, જેને હાલમાં નલિયા શહેરમાં વધુ પડતી ઠંડીના સંદર્ભમાં ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

ગુજરાતમાં 24 કલાક માટે ગેસ લાઈન બંધ રહેવાની અફવા ફેલાવતા વાયરલ મેસેજનું સત્ય
ગુજરાતમાં 24 કલાક માટે ગેસ લાઈન બંધ રહેવાની હોવાનો વાયરલ મેસેજ એક ભ્રામક અફવા છે. આ મુદ્દે ‘ચરોતર ગેસ સહકારી મંડળી’ તેમજ ‘અદાણી ગેસ’ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલ છે. ગુજરાતમાં CNG – PNG કે રાંધણ ગેસની લાઈન બંધ રહેશે નહીં, વાયરલ મેસેજ એક ભ્રામક અફવા છે.
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044)