PM મોદી અને સરકારી યોજના અંગે યોજાયેલ અર્બન કોન્ક્લેવ, સુરતમાં પાણીની સમસ્યા અને લવ જેહાદ જેવા મામલે ફેસબુક અને ટ્વીટર પર ફેલાયેલ ભ્રામક ખબરો પર સચોટ જાણકારી માટે Newscheckr દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ WeeklyWrap

PM મોદી દ્વારા લાભાર્થીને સ્વનિધિ યોજના અંગે સવાલ કરતા કોઈપણ લાભ ન મળ્યો હોવાના જવાબ સાથે મહિલાનો વિડિઓ વાયરલ
ફેસબુક પર “અમેરિકામાં ઈજ્જત ગુમાવ્યા પછી, આજે લખનૌમાં ગયા છે” ટાઇટલ સાથે PM મોદીનો લખનૌ ખાતે યોજાયેલ અર્બન કોન્ક્લેવ કાર્યક્રમનો વિડિઓ શેર કરવામાં આવેલ છે. વિડીઓમાં વડાપ્રધાન મોદી સરકારી યોજનાના લાભાર્થી સાથે વાતચિત્ત કરી રહ્યા છે. વિડીઓમાં PM દ્વારા ‘પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના’ અંગે સવાલ કરતા કોઈપણ લાભ સરકાર તરફથી મળ્યો ના હોવાનો જવાબ મહિલા દ્વારા આપવામાં આવે છે.

સુરત પાણીની સમસ્યા મુદ્દે સ્થાનિકોએ Aap કોર્પોરેટરના ઘરે માટલા ફોડી ધરણા કર્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ
ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ફેસબુક પર “વોર્ડ નંબર 16 માં પાણી ના આવતા Aap કોર્પોરેટરના ઘરે માટલા ફોડી ધરણા” ટાઇટલ સાથે તસ્વીર શેર કરવામાં આવેલ છે. જયારે ન્યુઝ વેબસાઈટ Surties દ્વારા “વોર્ડ નં 16 AAPના કોર્પોરેટર પાયલ સાકરીયાના ઘરે ટોળું પહોંચ્યું” ટાઇટલ સાથે એક વિડિઓ શેર કરવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા પર આ વાયરલ દાવાઓ 30 હજારથી પણ વધુ લોકો દ્વારા જોવામાં આવ્યા છે.

હિન્દૂ યુવતીનું ગળુ કાપવાનો પ્રયાસ કર્યો હોવાના દાવા સાથે લવ જેહાદના નામે ભ્રામક વિડિઓ વાયરલ
એક વિડીયો સોશિયલ મીડિયા પર લવ જેહાદના નામે શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં યુવક દ્વારા એક યુવતીનું ગળું કાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. યુવતીના ચહેરા અને ગરદન પર ઈજાના નિશાન છે. ફેસબુક પર “જેહાદી પકડા ગયા” ટાઇટલ સાથે આ યુવક હિન્દૂ યુવતીને પ્રેમમાં ફસાવી તેનું ગળુ કાપવાનો પ્રયાસ કર્યો હોવાના દાવા સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે.

40 હજાર અમેરિકી સૈનિકોએ રાજીનામુ આપી દીધું અને પોતાના મેડલ ફેંકી દીધા હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ
ફેસબુક પર “અફઘાનિસ્તાન અને ઇરાકમાં લડનારા 40 હજાર અમેરિકન સૈનિકોએ રાજીનામું આપ્યું અને અફઘાનિસ્તાન અને ઇરાકના લોકો સાથે એકજુથ થઈને તેમના યુદ્ધ મેડલ ફેંકી દીધા. સ્વીકાર્યું કે “આતંક પર યુદ્ધ” બનાવટી યુદ્ધ હતું…તેઓ અફઘાનિસ્તાન અને ઇરાકના લોકોની માફી માગી રહ્યા છે.” ટાઇટલ સાથે આ વિડિઓ શેર કરવામાં આવેલ છે.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044