દલવીર ભંડારી ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના ચીફ જસ્ટિસ તરીકે ચૂંટાયા બીજી તરફ ઉત્તરપ્રદેશમાં ભાજપ નેતા અને ગામ લોકો વચ્ચે ઘર્ષણ થયું અને કોંગ્રેસ પ્રવક્તા નરેન્દ્ર મોદીના વખાણ કરી રહ્યા હોવાના ભ્રામક દાવાઓ પર કરવામાં આવેલ TOP ફેક્ટ ચેક

દલવીર ભંડારી ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના ચીફ જસ્ટિસ તરીકે ચૂંટાયા હોવાનો ભ્રામક દાવો વાયરલ, જાણો શું છે સત્ય
દલવીર ભંડારી ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ વિશે એક સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેમને ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા છે. વાયરલ દાવા મુજબ, આ પદ 71 વર્ષ સુધી ગ્રેટ બ્રિટન પાસે હતું. પરંતુ, આ વખતે જ્યારે આ પદ માટે મતદાન થયું ત્યારે દલવીર ભંડારીને 193માંથી 183 મત મળ્યા હતા.

ઉત્તરપ્રદેશમાં ભાજપ નેતા અને ગામ લોકો વચ્ચે ઘર્ષણ થયું હોવાના દાવા સાથે જૂનો વિડિઓ વાયરલ
ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે તમામ પક્ષો તડામાર તૈયારી કરી રહ્યા છે, અખિલેશ યાદવ અને યોગી આદિત્યનાથ વચ્ચે આ વખતે ચૂંટણીની જંગ જામશે તેવું દેખાઈ રહ્યું છે. સોશ્યલ મીડિયા પર ચૂંટણી સંદર્ભે અનેક વિડિઓ શેર કરવામાં આવેલ છે, જે ક્રમમાં ભાજપ નેતા જયમંગલ કનોજીયાનો એક વિડિઓ વાયરલ થયેલ જોવા મળે છે. વિડીઓમાં કેટલાક લોકો ભાજપ નેતાનો વિરોધ કરી રહ્યા હોવાના દર્શ્યો જોવા મળે છે.

પાર્ક માંથી નાના બાળકો લઇ જતી મહિલાનો ભ્રામક વિડિઓ અધૂરી માહિતી સાથે વાયરલ
નાના બાળકો સાથે અનેક પ્રકારે ઘટનાઓ બનતી હોય છે, જેમાં બાળકોને લાલચ આપીને ઉપાડી જનાર અથવા નુકશાન પહોંચાડનાર વ્યક્તિઓ થી સાવધાન રહેવા માટે અવાર-નવાર મેસેજ આવતા રહે છે. આવી જ એક ઘટના નો વિડિઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ છે, જેમાં એક મહિલા નાના બાળકને પોતાની માતા ગણાવી લઇ જઈ રહી હતી.

કોંગ્રેસ પ્રવક્તા નરેન્દ્ર મોદીના વખાણ કરી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ
વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, ન્યુઝ ચેનલો પર રાજકીય ચર્ચાઓ થતી જોવા મળે છે. આવી જ એક રાજકીય ચર્ચામાં કોંગ્રેસ પ્રવક્તાએ વડાપ્રધાન મોદીના વખાણ કર્યા હોવાના દાવા સાથે ન્યુઝ ડિબેટનો વિડિઓ શેર કરવામાં આવ્યો છે.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044