પંજાબમાં કેજરીવાલ અને સાંસદ ભગવંત માન દારૂની દુકાનની બહાર બેઠા હોવાની ભ્રામક તસ્વીર બીજી તરફ સિંગાપોરે કોરોનાને એક વાયરસ નહીં પરંતુ બેક્ટેરિયા જાહેર કર્યો વધુમા કેબિનેટ દ્વારા નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી હોવાના ભ્રામક દાવાઓ પર પ્રકાશિત કરવામાં આવેલ ફ્કેટચેક

‘એક જનેતા પોતાના સંતાનને બચાવવા માટે જીવનનો પણ ત્યાગ કરી શકે’ ટાઇટલ સાથે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ વિડિઓનું સત્ય
સોશ્યલ મીડિયા પર એક વિડિઓ ખુબ જ શેર કરવામાં આવી રહ્યો છે, વિડીઓમાં એક નવજાત બાળક તેની માતાને ગળે વળગીને રડતા જોઈ શકાય છે. જયારે કેટલાક યુઝર્સ દ્વારા આ વિડિઓ પરથી લેવામાં આવેલ તસ્વીર સાથે અન્ય એક તસ્વીર શેર કરવામાં આવેલ છે, જેમાં માતા અને બાળક વચ્ચેના આ સંવેદનશીલ દ્રશ્ય જોઈ ડોક્ટર પણ ભાવુક થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

CM કેજરીવાલ અને ભગવંત માન પંજબમાં દારૂની દુકાનની બહાર બેઠા હોવાના ભ્રામક દાવા સાથે તસ્વીર વાયરલ
પંજાબ અને ઉત્તરપ્રદેશમાં ચૂંટણીના ધમધમાટ શરૂ થઈ ચુક્યા છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ પંજાબ વિધાન સભા ચૂંટણીમાં ભાગ લઈ રહી છે, જે સંદર્ભે અરવિંદ કેજરીવાલ અને સંગરુર લોકસભા મેમ્બર ભગવંત માન પંજાબમાં રેલીઓ અને સભાઓ કરી રહ્યા છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર એક તસ્વીર શેર કરવામાં આવેલ છે, જેમાં CM કેજરીવાલ અને ભગવંત માન દારૂની દુકાનની બહાર ખાટલા પર બેઠેલા જોવા મળે છે.

શું સિંગાપુર દ્વારા કોવિડ-19 બોડીનું ઓટોપ્સી કરવામાં આવ્યું અને કોરોના એક વાયરસ નહીં પરંતુ બેકટેરિયા હોવાની જાહેરાત કરી?
કોરોના વાયરસના કેસમાં વધારો થતા ફરી એક વખત સોશ્યલ મીડિયા પર વાયરસ સંદર્ભે અનેક મેસેજ ફોરવર્ડ કરવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં વોટ્સએપ અને ફેસબુક પર “સિંગાપોર વિશ્વનો પહેલો દેશ બન્યો છે જેણે કોવિડ-19 બોડીનું ઓટોપ્સી (પોસ્ટ-મોર્ટમ) કર્યું છે. સંપૂર્ણ તપાસ પછી, જાણવા મળ્યું કે કોવિડ -19 વાયરસ તરીકે અસ્તિત્વમાં નથી, પરંતુ એક બેક્ટેરિયા તરીકે છે જે રેડિયેશનના સંપર્કમાં આવે છે અને લોહીમાં ગંઠાઈ જવાથી માનવ મૃત્યુનું કારણ બને છે.” દાવા સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

ભારત સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ લાગુ, ધોરણ 10 હવેથી બોર્ડ નહીં રહે જેવા ભ્રામક દાવા સાથે મેસેજ વાયરલ
ભારત સરકાર એડયુકેશન મિનિસ્ટ્રી દ્વારા નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પર પોસ્ટ વાયરલ થયેલ છે. પોસ્ટ સાથે કરવામાં આવેલ દાવા મુજબ, ધોરણ 10માં બોર્ડની પરીક્ષા બંધ કરવામાં આવી છે. ઉપરાંત, હવેથી માત્ર ધોરણ 12માં બોર્ડ પરીક્ષા લેવાશે. ધોરણ 5 સુધી ફરજિયાત માતૃ ભાષા એક વિષય તરીકે ભણાવવામાં આવશે.

ઈન્ડોનેશિયા એરલાઈન્સનું વિમાન રનવે પર ક્રેશ-લેન્ડિંગ થયું હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ વાયરલ
ગરુડ ઈન્ડોનેશિયા એરલાઈન્સનું વિમાન રનવે પર ક્રેશ-લેન્ડિંગ થયું હોવાના દાવા સાથે વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. ગુજરાતી ન્યુઝ ચેનલ S9 News – Gujarat દ્વારા “પ્લેન ક્રેશની ઘટના” ટાઇટલ સાથે આ વિડિઓ ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલ છે, જે 20 હજારથી વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો છે.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044