ફેસબુક અને વોટ્સએપ પર મંદિરના પૂજારી સાથે રાત્રે મંદિરમાં દિપડા સુવા આવતા હોવાના દાવા થી લઇ 26મી જાન્યુઆરીના પરેડ માટે જવાનોને બ્રિટિશ યુનિફોર્મ પહેરાવવામાં આવ્યા હોવાના દાવા પર કરવામાં આવેલ TOP ફેક્ટ ચેક

સાવરકુંડલામાં આવેલ એક મંદિરના પૂજારી સાથે રાત્રે મંદિરમાં દિપડા સુવા આવતા હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ
ગુજરાતના એક ગામમાં મંદિરના પૂજારી સાથે દિપડા રાત્રે મંદિરમાં સુવા આવે છે. સોશ્યલ મીડિયા પર એક વિડિઓ શેર કરવામાં આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો કે આ મંદિરના પૂજારી સાથે સાથે જંગલ માંથી દિપડા સુવા આવે છે. આ ઘટના ગુજરાતના સાવરકુંડલા ગામમાં આવેલ પિપલેશ્વર મહાદેવનાં મંદિરે બનેલ હોવાના દાવા વિડિઓ શેર કરવામાં આવેલ છે.

26મી જાન્યુઆરીના પરેડ માટે જવાનોને બ્રિટિશ યુનિફોર્મ પહેરાવવામાં આવ્યા હોવાનો ભ્રામક દાવો વાયરલ
ગઈકાલે 26મી જાન્યુઆરી એટલે ભારતનો પ્રજાસતાક દિવસ, આ દિવસે દિલ્હી ખાતે રાજપથ પર પરેડ કાર્યક્રમ અને અન્ય રાજ્યની ઝાંખી રજૂ કરવામાં આવેલ છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર યુઝર્સ દ્વારા 26મી જાન્યુઆરીની શુભકામનાઓ પાઠવાતી અનેક પોસ્ટ શેર કરવામાં આવેલ છે. ફેસબુક પર ઘોડા પર સવાર જવાનોની તસ્વીર શેર કરતા દાવો કરવામાં આવ્યો છે કે, આ ભારતીય જવાનોને બ્રિટિશ યુનિફોર્મ પહેરાવવામાં આવ્યો છે.

ખતરનાક યુ-ટર્ન લેનાર કાર ચાલાકનો વિડિઓ વાયરલ, જાણો પાછળ ખીણ છે કે શું?
સોશ્યલ મીડિયા પર એક ડ્રાઇવરનો વીડિયો સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તે એક પહાડની બાજુના રસ્તા પર યુ-ટર્ન લે છે. ફેસબુક પર તેમજ ન્યુઝ ચેનલ ડીએનએ ઈન્ડિયા ન્યૂઝે તેમની યુટ્યુબ ચેનલ પર આવા સાંકડા રસ્તા પર યુ-ટર્ન લેતા ડ્રાઈવરનો વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે.

‘એક જનેતા પોતાના સંતાનને બચાવવા માટે જીવનનો પણ ત્યાગ કરી શકે’ ટાઇટલ સાથે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ વિડિઓનું સત્ય
સોશ્યલ મીડિયા પર એક વિડિઓ ખુબ જ શેર કરવામાં આવી રહ્યો છે, વિડીઓમાં એક નવજાત બાળક તેની માતાને ગળે વળગીને રડતા જોઈ શકાય છે. જયારે કેટલાક યુઝર્સ દ્વારા આ વિડિઓ પરથી લેવામાં આવેલ તસ્વીર સાથે અન્ય એક તસ્વીર શેર કરવામાં આવેલ છે, જેમાં માતા અને બાળક વચ્ચેના આ સંવેદનશીલ દ્રશ્ય જોઈ ડોક્ટર પણ ભાવુક થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044