સોશ્યલ મીડિયા પર એક ડ્રાઇવરનો વીડિયો સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તે એક પહાડની બાજુના રસ્તા પર યુ-ટર્ન લે છે. ફેસબુક પર તેમજ ન્યુઝ ચેનલ ડીએનએ ઈન્ડિયા ન્યૂઝે તેમની યુટ્યુબ ચેનલ પર આવા સાંકડા રસ્તા પર યુ-ટર્ન લેતા ડ્રાઈવરનો વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે.
ફેસબુક પર ‘ગુજરાતી અખબાર‘ નામના ન્યુઝ ગ્રુપ દ્વારા 24 જાન્યુઆરીના “ડ્રાઈવરે પહાડ પર એવો યુ ટર્ન લીધો કે વિડીઓ જોઈ તમારા સ્વાસ અધ્ધર ચડી જશે” ટાઇટલ સાથે વિડિઓ શેર કરવામાં આવ્યો હતો જો..કે ટ્વીટર પર પણ સમાન દાવા સાથે અન્ય વાયરલ પોસ્ટ પણ જોવા મળે છે.

Fact Check / Verification
વાયરલ વિડિયોની સત્યતા જાણવા માટે YouTube કીવર્ડ સર્ચ કરતા અન્ય સમાન વિડિયો પોસ્ટ જોવા મળે છે, જ્યાં ‘ડ્રાઇવિંગ સ્કિલ‘ નામની ચેનલ દ્વારા ખૂબ જ સાંકડા વન-વે રોડ પરથી યુ-ટર્ન કેવી રીતે લેવો તેના વિષે વક વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે.
આ વીડિયો ચેનલ દ્વારા ડિસેમ્બર, 2021ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો, અને તેને 24 મિલિયન વ્યૂઝ મળ્યા હતા.
આ પણ વાંચો :- 26મી જાન્યુઆરીના પરેડ માટે જવાનોને બ્રિટિશ યુનિફોર્મ પહેરાવવામાં આવ્યા હોવાનો ભ્રામક દાવો વાયરલ
ચેનલના હોમપેજની મુલાકાત લેવા પર આપણે જોઈ શકીએ છીએ કે ચેનલમાં વિવિધ જગ્યા અને સેટિંગ્સમાં ખતરનાક યુ-ટર્નના અનેક વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે.
અહીંયા, યુટ્યુબ ચેનલ પર વાયરલ વીડિયોમાં દેખાઈ રહેલ વાદળી રંગની કાર જે એક ખડકની બાજુમાં ભયાનક યુ-ટર્નનો વિડિઓ બીજા એન્ગલથી જોવા મળે છે.
વિડિયો વાસ્તવમાં સોશ્યલ મીડિયા પર કરવામાં આવેલ દાવાઓ મુજબ ખડકની બાજુના રસ્તા પર શૂટ કરવામાં આવ્યો નથી, પરંતુ એક પહાડી રસ્તા પર શૂટ કરવામાં આવ્યો છે. આ સાથે વિડીઓમાં એક ઢોળાવ સાથેનો નીચે જતો બીજો રસ્તો પણ જોઈ શકાય છે.
Conclusion
સોશ્યલ મીડિયા પર ખડકની બાજુમાં યુ-ટર્ન લેનાર કારના વાયરલ વિડિઓને ભ્રામક રીતે રજૂ કરવામાં આવેલ છે. પહાડી વિસ્તારમાં શૂટ કરવામાં આવેલ વિડિઓને ભ્રામક દાવા સાથે પોસ્ટ કરવામાં આવેલ છે. યુટર્ન લેનાર કારની પાછળ ખીણ નહીં પરંતુ અન્ય એક રસ્તો જઈ રહ્યો છે.
Our Source
YouTube ચેનલ ‘ડ્રાઇવિંગ સ્કિલ’
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044