WeeklyWrap : શ્રીલંકાના ડિફેન્સ મિનિસ્ટરને લોકો માર મારી રહ્યા છે, બીજી તરફ મુસ્લિમ સમુદાયના લોકોએ એક મસ્જિદની સામે ડીજે વગાડતા ટ્રકને રોકીને લાકડીઓ મારી જયારે આસામમાં આવેલ વાવાઝોડા અંગેના વાયરલ ભ્રામક વિડિઓ પર TOP ફેકટચેક

ઓડિશામાં આવેલ અસાની વાવાઝોડાના સંદર્ભમાં કર્ણાટકના હુબલ્લી એરપોર્ટનો વિડિઓ વાયરલ
ઓડિશામાં આવેલ અસાની વાવાઝોડાની ઘટના અંગે વધુ એક વિડિઓ વાયરલ થયેલ છે. ફેસબુક પર “ઓરિસ્સા” ટાઇટલ સાથે ભારે પવન ફુંકાવાનો વિડિઓ શેર થઈ રહ્યો છે. વિડીઓમાં એક હોટેલના ટેબલ અને ખુરશીઓ ભારે પવનના કારણે ઉડી રહ્યા છે.

શ્રીલંકાના ડિફેન્સ મિનિસ્ટરને લોકો માર મારી રહ્યા હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ વાયરલ
ફેસબુક પર “શ્રીલંકા ના ડિફેન્સ મિનિસ્ટર….આમની રાજનાથસિંહ વાળી કડી-કલોલ નિંદા કરું છું” ટાઇટલ સાથે વિડિઓ અનેક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે. વિડીઓમાં એક વ્યક્તિને લોકોના ટોળાએ માર માર્યો તેમજ તેમના કપડાં ફાડી નાખ્યા છે. આ વ્યક્તિ શ્રીલંકાના ડિફેન્સ મિનિસ્ટર હોવાના દાવા સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

મુસ્લિમ સમુદાયના લોકોએ એક મસ્જિદની સામે ડીજે વગાડતા ટ્રકને રોકીને લાકડીઓ મારી હોવાના વાયરલ વિડીઓનું સત્ય
ફેસબુક પર “મસ્જિદ ની સામે કરવા વાળો નાગિન ડાન્સ અબ્દુલે કેન્સલ કરાવ્યો” ટાઇટલ સાથે આ વિડિઓ શેર કરવામાં આવેલ છે. વાયરલ વિડિઓ કેટલાક મુસ્લિમોએ હિન્દૂ યુવકો સાથે ડીજે વગાડવા મુદ્દે મારામારી કરી રહ્યા હોવાના દાવા સાથે યુઝર્સ શેર કરી રહ્યા છે.

રાજસ્થાનમાં દલિત સરઘસ પર મુસ્લિમોએ પથ્થરમારો કર્યો હોવાના દાવા સાથે મધ્યપ્રદેશનો વિડિઓ વાયરલ
સોશિયલ મીડિયા પર દૈનિક ભાસ્કરના એક સમાચારના સ્ક્રીનશોટ શેર કરતા સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે રાજસ્થાનમાં દલિત સરઘસ પર મુસ્લિમોએ પથ્થરમારો કર્યો હતો. “જ્યારે મસ્જિદની સામે એક દલિતનું સરઘસ નીકળ્યું, ત્યારે પથ્થરમારો કરવામાં આવ્યો: મુસ્લિમ યુવાનોએ બેન્ડ-બાજા રોક્યા, રાજગઢમાં તેમને જોરદાર માર માર્યો” ટાઇટલ સાથે આ ખબર પ્રકાશિત થયેલ છે.

આસામમાં આવેલ પૂરમાં બ્રિજ તણાઈ ગયો હોવાના દાવા સાથે ઇન્ડોનેશિયાનો જૂનો વિડિઓ વાયરલ
ફેસબુક યુઝર્સ દ્વારા “ભયંકર પુરમાં જાણે કાગળનો હોય એમ બ્રિજ તણાઈ ગયો…આસામ માં તબાહીનો વરસાદ” ટાઇટલ સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે. વિડીઓમાં જોઈ શકાય છે કે નદીમાં પાણીનો પ્રવાહ વધતા બ્રિજ તણાઈ જઈ રહ્યો છે. વાયરલ વિડિઓ સોશ્યલ મીડિયા પર 40 હજારથી વધુ લોકો દ્વારા જોવામાં આવેલ છે, તેમજ અનેક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044