Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
આ અહેવાલ Newschecker હિન્દી ટિમ મેમ્બર Arjun Deodia દ્વારા 19મેં ના પ્રકાશિત કરવામાં આવેલ છે.
સોશિયલ મીડિયા પર દૈનિક ભાસ્કરના એક સમાચારના સ્ક્રીનશોટ શેર કરતા સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે રાજસ્થાનમાં દલિત સરઘસ પર મુસ્લિમોએ પથ્થરમારો કર્યો હતો. “જ્યારે મસ્જિદની સામે એક દલિતનું સરઘસ નીકળ્યું, ત્યારે પથ્થરમારો કરવામાં આવ્યો: મુસ્લિમ યુવાનોએ બેન્ડ-બાજા રોક્યા, રાજગઢમાં તેમને જોરદાર માર માર્યો” ટાઇટલ સાથે આ ખબર પ્રકાશિત થયેલ છે.
આ સ્ક્રીનશૉટ શેર કરતાં લોકો કૅપ્શનમાં લખી રહ્યાં છે કે, “રાજસ્થાનમાં અનુસૂચિત જાતિના લોકો પર હુમલો સામાન્ય વાત છે પરંતુ ઠેકેદારો ચૂપ રહેશે કારણ કે તે તેમના એજન્ડાને અનુરૂપ નથી.” યુપી બીજેપીના પ્રવક્તા અને વકીલ પ્રશાંત ઉમરાવે પણ તેમના વેરિફાઈડ ટ્વિટર હેન્ડલથી આ પોસ્ટ શેર કરી છે. જોકે, બાદમાં તેણે પોતાનું ટ્વિટ ડિલીટ કરી દીધું હતું.
તાજેતરમાં રાજસ્થાનના ઘણા ભાગોમાં સાંપ્રદાયિક તણાવ જોવા મળ્યા છે. જોધપુર, કરૌલી અને ભીલવાડામાં બે સમુદાયો વચ્ચે અથડામણના ઘણા અહેવાલો સામે આવ્યા છે. રાજસ્થાનમાં પણ આગામી વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ પહેલા રાજસ્થાનને લગતી ઘણી ભ્રામક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
રાજસ્થાનમાં દલિત સરઘસ પર મુસ્લિમોએ પથ્થરમારો કર્યો હોવાના દાવા અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા 19 મે 2022 ના રોજ દૈનિક ભાસ્કરની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. દૈનિક ભાસ્કરે તેના મધ્યપ્રદેશ વિભાગમાં આ સમાચાર પ્રકાશિત કર્યા છે. ઉલ્લેખનીય છે કે રાજગઢ મધ્યપ્રદેશનો જિલ્લો છે.
એબીપી ન્યૂઝના એક અહેવાલ અનુસાર, 17 મેના રોજ રાજગઢમાં એક દલિત વરરાજાના સરઘસ પર એક ખાસ ધર્મના ગુંડાઓએ હુમલો કર્યો હતો. એક મસ્જિદની સામે વરઘોડો નીકળી રહ્યો હતો ત્યારે કેટલાક લોકોએ તેમના પર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં દલિત સમાજના ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે આ મામલામાં છ લોકો સામે ગુનો નોંધ્યો છે.
દૈનિક ભાસ્કરના સમાચાર મુજબ આ કેસમાં સમર લાલા, ફરાન ખાન, જુનૈદ ખાન, સોહેલ ખાન, સાબીર ખાન, અનસ કસાઈ અને દગ્ગા ખાનને આરોપી બનાવવામાં આવ્યા છે. અમર ઉજાલાએ પણ આ બાબતે સમાચાર પ્રકાશિત કર્યા છે.
રાજસ્થાનમાં દલિત સરઘસ પર મુસ્લિમોએ પથ્થરમારો કર્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લા ખાતે બનેલ છે. જો કે, અહેવાલો અનુસાર, એ વાત સાચી છે કે પથ્થરમારો મુસ્લિમ સમુદાય દ્વારા કરવામાં આવ્યો હતો.
Our Source
Report of Dainik Bhaskar, published on May 19, 2022
Report of ABP News, published on May 18, 2022
Report of Amar Ujala published on May 19, 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar Shah
April 2, 2025
Dipalkumar Shah
February 14, 2025
Komal Singh
December 17, 2024