Fact Check
WeeklyWrap : સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ પર TOP ફેકટચેક
Weekly Wrap : અમેરિકન નેવી અને એરફોર્સ તાઇવાનની સરહદે ગોઠવાઈ ગઈ બીજી તરફ પોલીસે રાત્રી દરમિયાન મહિલાઓ માટે ફ્રી રાઈડ સ્કીમ શરૂ કરી જયારે ગુજરાતમાં રાત્રી સમયે ભાજપ સરકાર મંદિરો પર બુલડોઝર ચલાવી રહી હોવાનો ભ્રામક વિડીયો પર Newschecker દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ TOP ફેકટચેક

અમેરિકન નેવી અને એરફોર્સ તાઇવાનની સરહદે ગોઠવાઈ ગઈ હોવાના દાવા સાથે વિડીયો વાયરલ
ફેસબુક પર “નેન્સી પેલોસીને લઈ યુ.એસ.એર ફોર્સ -1 તાઈવાન આવ્યું” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યા છે. વિડીયો સાથે કેટલાક યુઝર્સ દાવો કરી રહ્યા છે કે આ વર્લ્ડ વોર 3ની શરૂઆત છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં નૌકા સેના અને એરફોર્સ દેખાડવામાં આવી રહી છે. વિડીયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે નેન્સી પેલોસીને લઈ યુ.એસ.એર ફોર્સ -1 તાઈવાન આવ્યું છે. ઉપરાંત વધુમાં, યુ.એસ. ફાઇટર જેટ સહિત 20 વોર પ્લેન નેન્સી પેલોસિને એસ્કોર્ટ કરી રહ્યા છે.
WeeklyWrap : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

પોલીસે રાત્રી દરમિયાન મહિલાઓ માટે ફ્રી રાઈડ સ્કીમ શરૂ કરી હોવા અંગે જાણો સચોટ માહિતી
કોઈપણ મહિલા જે એકલી હોય અને રાત્રે 10 વાગ્યાથી 6 વાગ્યાની વચ્ચે ઘરે જવા માટે વાહન શોધી શકતી નથી તેઓ હેલ્પલાઈન નંબર (1091 અને 7837018555 ) 24×7 પર કૉલ કરી શકે છે. પીસીઆર વાહન તેણીને વિના મૂલ્યે ઘરે મૂકી જશે. કૃપા કરીને આ સંદેશ બધા સુધી પહોંચાડો.
WeeklyWrap : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં રાત્રી સમયે ભાજપ સરકાર મંદિરો પર બુલડોઝર ચલાવી રહી હોવાનો ભ્રામક વિડીયો વાયરલ
ગુજરાતમાં રાત્રી સમયે ભાજપ સરકાર મંદિરો પર બુલડોઝર ચલાવી રહી હોવાના એક વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રસ્તાના કિનારે રાખવામાં આવેલી હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ પર બુલડોઝર ચલાવાઈ રહ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો ગુજરાતના અમદાવાદની સાબરમતી નદીનો છે, જ્યાં સ્થાનિક પ્રશાસન દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓ પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે.
WeeklyWrap : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

શું આંબેડકરે આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બને તો અનામત નાબૂદ કરવાની વાત કરી હતી?
સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ડૉ. ભીમરાવ આંબેડકરે આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બને તો અનામત નાબૂદ કરવાની વાત કરી હતી.
WeeklyWrap : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044