ગાંધીનગર મનપા ચૂંટણી અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બીજી તરફ PM તરફથી વોટસએપ બંધ થવાના સમાચાર તો સાંસદ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ રોડ-રસ્તાની ભ્રામક તસ્વીરનું સત્ય, ફેસબુક અને ટ્વીટર પર ફેલાયેલ ભ્રામક ખબરો પર સચોટ જાણકારી માટે Newscheckr દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ WeeklyWrap

એર ઇન્ડિયાના ખાનગીકરણ પર કોઈ નિર્ણય લેવાયો નથી, ટાટા ગ્રુપ દ્વારા એરલાઈન્સની ખરીદીના અહેવાલો તદ્દન ભ્રામક છે
ન્યુઝ સંસ્થાન ગુજરાત સમાચાર, ETV ગુજરાતી અને અકિલા ન્યુઝ દ્વારા “ટાટા ગ્રૂપ સરકારી એરલાઈન ‘એર ઈન્ડિયા’નુ માલિક બન્યુ” હેડલાઈન સાથે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા છે. ઉપરાંત ફેસબુક અને ટ્વીટર પર પણ “ટાટા એરલાઇન્સ સરકારે હસ્તગત કરી હતી, એ જ એરલાઇન્સ પાછી ખરીદી લીધી” ટાઇટલ સાથે પોસ્ટ શેર થઈ રહી છે.

શું ખેરખર વોટસએપ વાપરવા માટે હવે ચૂકવવો પડશે 499નો ચાર્જ અને દરરોજ રાત્રે 11 વાગ્યાથી મેસેજ સર્વિસ થશે બંધ?
સોશિયલ મીડિયા એપ્સ બંધ થયાની ઘટના બાદ અનેક પ્રકારે ચર્ચાઓ ચાલી રહી હતી, જેમાં કેટલાક ભ્રામક મેસેજ પણ વાયરલ થયેલા છે. આ ક્રમમાં એક વોટસએપના નવા નિયમો અંગે ઓડીઓ કલીપ ખુબ જ શેર થઈ રહી છે, જે મુજબ વોટસએપ મેસેજ સુવિધા માટે હવે 499નો ચાર્જ ચૂકવવો પડશે અને દરરોજ રાત્રે 11:30 થી સવારે 6 વાગ્યા સુધી સર્વિસ બંધ રહેશે. સાથે જ આ મેસેજ PM મોદી દ્વારા આપવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

AAP નેતા દ્વારા ફેસબુક પર ભાજપ અધ્યક્ષ C.R.Patil ના નિવેદનને ભ્રામક દાવા શેર કરવામાં આવ્યું, જાણો શું છે સત્ય
ગાંધીનગર મનપા ચૂંટણીમાં બહુમત સાથે 41 બેઠક પર વિજય મેળવ્યા બાદ ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસ અને આપની હાર બાદ સોશ્યલ મીડિયા પર અનેક પ્રકારે ચર્ચાઓ ચાલી રહી હતી, જે ક્રમમાં ફેસબુક પર Gopal italiya aap અને આમ આદમી પાર્ટીના યુથ નેતા Vishal Dave દ્વારા ન્યુઝ18 ગુજરાતી ચેનલની એક બ્રેકીંગ પ્લેટ શેર કરવામાં આવેલ છે, જેમાં સી.આર.પાટીલ સાથેના એક ઇન્ટરવ્યૂની તસ્વીર શેર કરવામાં આવેલ છે.

પેટ્રોલની કિંમતમાં 7 રૂપિયાનો વધારો થયો હોવાના ભ્રામક દાવા સાથે સોશ્યલ મીડિયા પોસ્ટ વાયરલ
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અંગે “પેટ્રોલ ડીઝલ ના ભાવે ભુક્કા બોલાવી દીધા, જરૂર જોઈ લો” ટાઇટલ સાથે ન્યુઝ આર્ટિકલની લિંક શેર કરવામાં આવેલ છે. અહેવાલ સાથે દાવો કરવામાં આવ્યો છે કે પેટ્રોલના ભાવમાં 7.7 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. “પેટ્રોલ ડીઝલ ના ભાવે ભુક્કા બોલાવી દીધા, જરૂર જોઈ લો” હેડલાઈન સાથે પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ પર પૂર્વ ડેપ્યુટી સી.એમ નીતિન પટેલની તસ્વીર શેર કરવામાં આવેલ છે.

ભાજપા નેતા સાંસદ રમેશ ધડુક દ્વારા સોશ્યલ મીડિયા પોસ્ટ સાથે શેર કરવામાં આવી ભ્રામક તસ્વીર, જાણો શું છે સત્ય
પોરબંદર ભાજપા નેતા સાંસદ રમેશ ધડુક ભાજપા નેતા રમેશ ધડુક દ્વારા ટ્વીટર અને ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવેલ છે. સાંસદ રમેશ ધડુકની રજૂઆતને ધ્યાને લઈ નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા હાઈ માસ્ટ ટાવર ઉભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. તેમજ સોશ્યલ મીડિયા પોસ્ટ પર નેશનલ હાઈવે -27 ગોમટા ચોકડી નજીક હાઈ માસ્ટ ટાવર ઉભો કરવામાં આવ્યો હોવાની માહિતી સાથે એક તસ્વીર શેર કરવામાં આવેલ છે.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044