ઉજ્જૈનમાં મોહરમ સરઘસ દરમિયાન કથિત રીતે પાકિસ્તાન ઝિંદાબાદના (Anti National Slogans) નારા લગાવવાનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. બુધવારે સમગ્ર વિવાદ પર પ્રતિક્રિયા આપતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિત અનેક હિન્દુવાદી સંગઠનોએ ચામુંડા માતા ચોકડી પર ભગવા ધ્વજ સાથે પ્રદર્શન કર્યું હતું . દરમિયાન, આ પ્રદર્શન સાથે સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાતા લોકો ભગવા ધ્વજ લઈને મસ્જિદની સામેથી પસાર થતા જોવા મળે છે અને પાકિસ્તાન વિરોધી નારા લગાવે છે.
ફેસબુક પર “‘પાકિસ્તાન મુરદાબાદ’ ના નારા લાગ્યા.આભાર ઉજ્જૈન” કેપશન સાથે વિડિઓ શેર કરતા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે ઉજ્જૈનમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવ્યા પછી, હિન્દુ સંગઠનોએ તે જ સ્થળે જઈને ભગવા ધ્વજ સાથે વિરોધ કર્યો, જેઓએ (Anti National Slogans) રાષ્ટ્ર વિરોધી નારા લગાવનારાઓને યોગ્ય જવાબ આપ્યો.
Factcheck / Verification
ઉજ્જૈનમાં ‘પાકિસ્તાન મુર્દાબાદ’ ના નારા લાગ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ ને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર માર્ચ 2018ના ગુલબર્ગા રામ નવમી હેડલાઈન સાથે પબ્લિશ થયેલ વિડિઓ જોવા મળે છે. રામ નવમી તહેવાર દરમિયાન કર્ણાટક ગુલબર્ગા ખાતે આ પ્રકારે મસ્જિદ બહાર જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા.
અહીંયા આપણે વાયરલ વિડિઓમાં દેખાઈ રહેલ મસ્જિદ અને ગુલબર્ગ કર્ણાટક ખાતે આવેલ મસ્જીદની સરખામણી કરતા ઘટના ઉજ્જૈન શહેરની ન હોવા પર સાબિતી મળે છે. ઉપરાંત વાયરલ વિડિઓમાં મસ્જીદ નજીક પોલીસ વેન કે જેમાં “કર્ણાટક રિઝર્વ પોલીસ” લખાયેલ જોવા મળે છે.

ફેસબુક પર વાયરલ થયેલા વિડિઓમાં પાકિસ્તાન વિરોધી નારા લગાવવામાં આવી રહ્યા છે, જે અંગે ગુગલ સર્ચ કરતા યુટ્યુબ પર LIMRA TIMES દ્વારા ઓક્ટોબર 2018માં પોસ્ટ કરવામાં આવેલ વિડિઓ જોવા મળે છે. જ્યાં પાકિસ્તાન વિરોધી નારા મહારાષ્ટ્ર થાણેમાં લાગ્યા હોવાની માહિતી આપવામાં આવેલ છે.
જયારે ફેસબુક પર ઉજ્જૈનમાં પાકિસ્તાન વિરોધી નારા લાગ્યા હોવાના વિડિઓ અને યૂટ્યૂબ પર થાણેમાં લાગેલા પાકિસ્તાન વિરોધી નારાની ઓડીઓ ફાઈલ ફોરેન્સિક રિસર્ચ કરતા નીચે મુજબ રિઝલ્ટ જોવા મળે છે. જે અનુસાર અહીંયા કર્ણાટકમાં 2018માં ઉજવાયેલ રામ નવમીના દિવસના વિડિઓ સાથે છેડછાડ કરી ઓડીઓ ફાઈલ બદલવામાં આવેલ હોવાનું જણાય છે.

Conclusion
ઉજ્જૈનમાં મસ્જિદ સામે પાકિસ્તાન વિરોધી નારા લાગ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ તદ્દન ભ્રામક છે. વાયરલ વિડિઓ 2018માં કર્ણાટકના ગુલબર્ગ ખાતે રામ નવમીના દિવસે નીકળેલ સરઘસ છે, આ સરઘસ દરમિયાન કોઈપણ પાકિસ્તાન વિરોધી નારા લગાવવામાં આવેલ નથી. સોશ્યલ મીડિયા પર એડિટ કરવામાં આવેલ ભ્રામક વિડિઓ ખોટા દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result :- False
Our Source
Youtube Search
Google Search
Audio compare
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044