Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
1 જાન્યુઆરીથી આખા દેશમાં યૂનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (Unified Payment Interface)દ્વારા કોઇને પણ પેમેન્ટ કરવું મોંઘું સાબિત થશે. તેના માટે યૂઝર્સને વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. આ દાવા સાથે ન્યુઝ સંસ્થાન Zee 24કલાક દ્વારા 5 ડિસેમ્બરના આર્ટિકલ પબ્લિશ કરવામાં આવેલ છે. આ મુદ્દે વધુ તપાસ કરતા zeenews , newsunique, naidunia વગેરે ન્યુઝ સંસ્થાનો દ્વારા આ ખબર પ્રકાશિત કરવામાં આવેલ છે.
Factcheck / Verification
UPI ટ્રાન્જેક્શન પર ચાર્જ લાગવા મુદ્દે વાયરલ થયેલ ન્યુઝ પર NPCI વેબસાઈટ પર તપાસ કરતા 5 નવેમ્બરના પબ્લિશ કરાયેલ પ્રેસ રિલીઝ જોવા મળે છે. જે મુજબ વાયરલ દાવો ભ્રામક સાબિત થાય છે.
આ ઉપરાંત ટ્વીટર પર NPCI એકાઉન્ટ પરથી વાયરલ દાવા પર સ્પષ્ટતા આપતી ટ્વીટ જોવા મળે છે, જેમાં 1 જાન્યુઆરીથી દરેક ટ્રાન્જેક્શન પર ચાર્જ વસુલ કરવામાં આવશે તે ભ્રામક ન્યુઝ છે.
વધુ તપાસ કરતા PIBFactCheck દ્વારા 9 ડિસેમ્બરના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે, જેમાં વાયરલ દાવો તદ્દન ભ્રામક હોવાની માહિતી પબ્લિશ કરવામાં આવેલ છે.
Conclusion
ન્યુઝ સંસ્થાનો દ્વારા પબ્લિશ કરવામાં આવેલ ખબર જેમાં 1 જાન્યુઆરીથી UPI ટ્રાન્જેક્શન પર ચાર્જ વસુલ કરવામાં આવશે, જે દાવો તદ્દન ભ્રામક છે. NPCI દ્વારા આ મુદ્દે 5 નવેમ્બરના પ્રેસ રિલીઝ મારફતે તેમજ ટ્વીટર પર 8 ડિસેમ્બરના ખુલાસો કરવામાં આવેલ છે. આ મુદ્દે PIB દ્વારા પણ ફેકટચેક રિપોર્ટ પબ્લિશ કરવામાં આવેલ છે.
Result :- False
Our Source
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.