WeeklyWrap : મહારાષ્ટ્ર કોર્ટની બહાર મહિલા જજે વકીલને માર માર્યો તો બીજી તરફ કાશ્મીરમાં પોલીસ દ્વારા કથિત રીતે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવા બદલ રાજસ્થાની યુવકોને માર માર્યો હોવાના દાવા સાથે વિડીયો વાયરલ થયો, જયારે શાહરુખ ખાનની ફીમ પઠાણ મુદ્દે પીએમ મોદીનો જૂનો વિડીયો ભ્રામક દાવા સાથે વાયરલ થયો હતો.

શું મહારાષ્ટ્ર કોર્ટની બહાર મહિલા જજે વકીલને માર માર્યો? જાણો વાયરલ વિડીયોનું સત્ય
સોશ્યલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે મહારાષ્ટ્રની એક કોર્ટમાં મહિલા જજ અને મહિલા વકીલ વચ્ચે મારામારી થઈ છે. વીડિયોમાં બે મહિલાઓ કોર્ટ પરિસરમાં એક કેસ મુદ્દે મારામારી કરતા જોવા મળે છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

શાહરુખ ખાનની ફિલ્મ પઠાણને લઈને પીએમ મોદીનો જૂનો વિડીયો વાયરલ
શાહરુખ ખાનની આવનારી ફિલ્મ પઠાણને લઈને ચાલતા વિવાદના ક્રમમાં નરેન્દ્ર મોદીના ભાષણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમ મોદી એક ભાષણ દરમિયાન પોતાને “પઠાન કા બચ્ચા” ગણાવી રહ્યા છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

શું નીના ગુપ્તા રામાનુજન એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા છે? જાણો શું છે સત્ય
ભારતીય મહિલા ગણિતશાસ્ત્રી નીના ગુપ્તા વિશે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. જે મુજબ, નીના ગુપ્તા દેશની પ્રથમ મહિલા ગણિતશાસ્ત્રી છે જેને પ્રતિષ્ઠિત રામાનુજન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે .
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

દિલ્હીમાં થયેલા રમખાણોનો વિડીયો કાશ્મીરનો હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ
સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે કાશ્મીરમાં પોલીસ દ્વારા કથિત રીતે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવા બદલ રાજસ્થાની યુવકોને માર મારવામાં આવ્યો છે. વાયરલ વીડિયોમાં કેટલાક યુવકો ઘાયલ અવસ્થામાં જમીન પર પડ્યા છે અને સુરક્ષાકર્મીઓ તે યુવકોને વંદે માતરમ અને રાષ્ટ્રગીત ગાવાનું કહી રહ્યા છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044