Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જણાઈ રહ્યું છે કે સોમનાથ મંદિરમાં જ્યારે તેમનો મોટો દીકરો દાનપેટીમાં 500 રુપિયા નાખી રહ્યો હતો ત્યારે તે તેમને રોકી રહ્યા છે.
વાયરલ ન્યુઝ patrika, TV9 Gujarati,DeshGujaratHD અને ABP Asmita દ્વારા પણ ઓગષ્ટ 2018ના અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે નાયબ મુખ્યમંત્રીનો આ વાયરલ વિડિઓ વર્ષ 2018નો છે, જે હાલમાં પણ ઘણા યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે.
નાયબ મુખ્યમંત્રી પર વાયરલ ન્યુઝ મુદ્દે ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા timesofindia દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ નીતિન પટેલ દ્વારા વાયરલ વિડિઓ પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે “અમે ટ્રસ્ટમાં એક સાથે દાન આપવાના હતા જેથી મેં મારા દીકરાને રોક્યો હતો, આ ઉપરાંત અમે ચાંદીનો બાજોટ પણ ભેટ આપેલ છે.”
આ ઘટના પર Oneindia Hindi દ્વારા યુટ્યુબ પર પબ્લિશ કરવામાં આવેલ વિડિઓ જોવા મળે છે. જેમાં નીતિન પટેલ દ્વારા દાન આપવાથી રોકવાના વાયરલ વિડિઓ પર સ્પષ્ટતા આપી હોવાની માહિતી જણાવવામાં આવેલ છે.
વધુ માહિતી માટે abplive દ્વારા પ્રકશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ આ મામલે સોમનાથ ટ્રસ્ટના મેનેજરે પણ સ્પષ્ટતા કરી, આ દ્રશ્યોને લઈને કોઈએ પણ કોઈ પ્રકારની ગેરસમજ ઉભી કરવી નહીં. તેમજ નીતિન પટેલ દ્વારા આપવામાં આવેલ દાનની રકમ અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
નાયબ મુખ્યમંત્રીના વાયરલ વિડિઓ અંગે મળતી મળતી માહિતી પરથી સ્પષ્ટ થાય છે કે દાન આપવાથી રોકવામાં આવ્યો હોવાનો વિડિઓ સત્ય છે. પરંતુ આ ખબર અધૂરી છે, વાયરલ વિડિઓ અંગે નીતિન પટેલ અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલ છે. જે મુજબ નીતિન પટેલ દ્વારા સોમનાથ ટ્રસ્ટમાં દાનની રકમ જમા કરવવામાં આવી હતી, તેમજ ચાંદીનો બાજોટ પણ ભેટ આપવામાં આવ્યો હતો.
abplive
Oneindia Hindi
timesofindia
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Prathmesh Khunt
February 11, 2023
Prathmesh Khunt
February 4, 2023
Prathmesh Khunt
January 7, 2023