Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
કુરાન પર ડિબેટ કરી રહેલા વ્યક્તિનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિઓમાં, વ્યક્તિ કુરાનને બધા પાપોનું મૂળ કહેતા સાંભળી શકાય છે. આ વીડિયોને શેર કરતાં, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ફ્રેન્ચ સંસદમાં એક સાંસદે કુરાનમાં લોકોને મારી નાખવા માટે લાયસન્સ આપાયેલ છે. ટ્વીટર પર આ વિડિઓ મીડિયા કન્સલ્ટન્ટ Tanmay Shankar દ્વારા ‘Here are some words on quran in French parliament‘ કેપશન સાથે શેર કરવામાં આવેલ છે.
ફ્રેન્ચ સંસદ વિશે વાયરલ દાવાની તપાસ શરૂ કરતા ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચની મદદથી માર્ચ, 2016ના રોજ Daily Motion દ્વારા પ્રકાશિત એક અહેવાલ મળ્યો. જ્યાં વાયરલ વિડિઓનું સંપૂર્ણ સંસ્કરણ મળી આવ્યું જે જોતા વીડિયોમાં કુરાન પકડનાર વ્યક્તિનું નામ ફિલિપ ડિવેન્ટર છે, અને આ વીડિયો બેલ્જીયમ સંસદનો હોવાની માહિતી મળે છે.
ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચની સહાયથી અમને Getty Imagesની એક લિંક મળેલ છે, જેમાં જાન્યુઆરી 2015 ફિલિપ ડિવેન્ટરની તસ્વીર જોવા મળે છે, જેમાં તેઓએ સંસદમાં ભાષણ આપતી વખતે કુરાન પકડેલ છે.
વાયરલ વિડિઓ મુદ્દે જુદા જુદા કીવર્ડ્સની સહાયથી અમને 25 માર્ચ, 2015 ના રોજ Middle East Eye અને SAMSUN GAZETESi દ્વારા પ્રકાશિત મીડિયા અહેવાલો જોવા મળ્યાં. આ અહેવાલો અનુસાર, બેલ્જીયમ સંસદમાં ફિલિપ ડેવિંટરએ સંસદમાં કુરાન સંબંધિત એક ભાષણ આપ્યું હતું.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ દાવાની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ભ્રામક દાવા સાથે પાંચ વર્ષ જુનો બેલ્જીયમની સંસદનો વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. આ વિડિઓનો ફ્રાન્સ સાથે કોઈ લેવાદેવા નથી. તપાસમાં અમને જાણવા મળ્યું કે ફ્રેન્ચ સંસદમાં ઇસ્લામ વિરોધી ભાષણ નથી આપવામાં આવ્યું.
Middle East Eye
SAMSUN GAZETESi
Getty Images
Daily Motion
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Prathmesh Khunt
February 11, 2023
Prathmesh Khunt
February 4, 2023
Prathmesh Khunt
January 7, 2023