Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
‘ઇમરાન ખાનથી ફ્રાન્સ ભડક્યું, 183 પાકિસ્તાનીના વિઝા રદ, 118 પાકિસ્તાનીઓને ફરજિયાત ડિપોર્ટ કરી દેવાયા‘ હેડલાઈન સાથે અનેક ન્યુઝ સંસ્થાનો દ્વારા આ ખબર પબ્લિશ કરવામાં આવેલ છે. divyabhaskar, zeenews,dnaindia તેમજ અન્ય ન્યુઝ ચેનલો દ્વારા Consulate General Of Pakistan Franceના ટ્વીટર એકાઉન્ટ પરથી 31 ઓક્ટોબરના કરવામાં આવેલ ટ્વીટના આધારે આ ન્યુઝ પબ્લિશ કરવામાં આવેલ છે.

ન્યુઝ ચેનલો દ્વારા કરવામાં આવેલ દાવા મુજબ ફ્રાન્સે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના ભૂતપૂર્વ વડા લે. જનરલ અહમદ શુજા પાશાના સંબંધિત સહિત 183 પાકિસ્તાની નાગરિકોના વિઝિટર વિઝા રદ કરી દીધા છે.
ફ્રાન્સ દ્વારા રદ્દ કરવામાં આવેલ વિઝા મુદ્દે પબ્લિશ થયેલ ન્યુઝ પર ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા schengenvisainfo દ્વારા આ મુદ્દે પબ્લિશ કરવામાં આવેલ ફેક્ટ ચેક રિપોર્ટ જોવા મળે છે. જે મુજબ જે ટ્વીટર એકાઉન્ટ પરથી 183 પાકિસ્તાનીના વિઝા રદ, 118 પાકિસ્તાનીઓને ફરજિયાત ડિપોર્ટ કરી દેવાયા હોવાની ખબર પોસ્ટ કરવામાં આવી છે, તે એક ભ્રામક ન્યુઝ અને ફેક એકાઉન્ટ છે.
આ મુદ્દે વધુ તપાસ કરતા Embassy of Pakistan, Paris, France દ્વારા ટ્વીટર પર 1st નવેમ્બરના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. આ ટ્વીટ મારફતે તેમાં સ્પષ્ટતા આપવામાં આવેલ છે, જે મુજબ @PakConsulateFr એકે ફેક એકાઉન્ટ છે તેમજ આ એકાઉન્ટ પરથી આપવામાં આવેલ ખબર તદ્દન ભ્રામક છે.
ન્યુઝ સંસ્થાનો દ્વારા પબ્લિશ કરવામાં આવેલ ખબર ‘ઇમરાન ખાનથી ફ્રાન્સ ભડક્યું, 183 પાકિસ્તાનીના વિઝા રદ, 118 પાકિસ્તાનીઓને ફરજિયાત ડિપોર્ટ કરી દેવાયા’ તદ્દન ભ્રામક છે. Embassy of Pakistan નામના ફેક ટ્વીટર એકાઉન્ટ પરથી 183 પાકિસ્તાની તેમજ આઈએસઆઈના ભૂતપૂર્વ વડા લે. જનરલ અહમદ શુજા પાશાના વિઝા રદ્દ કરવામાં આવ્યા હોવાની ભ્રામક ખબર પબ્લિશ કરવામાં આવેલ છે.
Embassy of Pakistan, Paris, France
schengenvisainfo
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Prathmesh Khunt
February 11, 2023
Prathmesh Khunt
February 4, 2023
Prathmesh Khunt
January 7, 2023