Fact Check
પશ્ચિમ બંગાળની 5 વર્ષ જૂની તસવીર ગુજરાતમાં ગોપાલ ઇટાલિયાનો રોડ-શો હોવાના દાવા સાથે વાયરલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે સોશિયલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઈ રહી છે. જેમાં એક ભવ્ય રોડ શો જોવા મળી રહ્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આજે સુરતમાં દિલ્હી આપ નેતા રાઘવ ચઢ્ઢા સાથેના ભવ્ય રોડ શો દરમિયાન વિધાનસભા ચૂંટણી માટે નામાંકન ભર્યું હતું. યુઝર્સ દ્વારા તસ્વીર શેર કરતા લખી રહ્યા છે કે આ તસવીર ગુજરાતની જનતાના મિજાજને સ્પષ્ટ રીતે વર્ણવી રહી છે.



ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે અને 8 ડિસેમ્બરે પરિણામ આવશે. આ ચૂંટણીમાં સત્તાધારી પક્ષ ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં પોતાના શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે.
Newschecker હિન્દી ટિમ દ્વારા પ્રકાશિત કરાયેલ ફેકટચેક જોવા અહીંયા ક્લિક કરો
Fact Check / Verification
ગોપાલ ઇટાલિયાએ આજે સુરતમાં દિલ્હી આપ નેતા રાઘવ ચઢ્ઢા સાથેના ભવ્ય રોડ શો દરમિયાન વિધાનસભા ચૂંટણી માટે નામાંકન ભર્યું હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા વર્લ્ડ ઓફ કોલકાતાના ફેસબુક પેજ પર આ તસ્વીર જોવા મળે છે. આ પોસ્ટ 21 મે 2017ના રોજ અપલોડ કરવામાં આવી હતી.

પોસ્ટ સાથે આપવામાં આવેલ માહિતી મુજબ, 21મી જુલાઈ 1993ના રોજ બંગાળ પોલીસ દ્વારા 13 નિર્દોષ રાજકીય કાર્યકરોની નિર્દય હત્યાની યાદમાં પશ્ચિમ બંગાળમાં આજે ઐતિહાસિક ‘શહીદ દિવસ’ મનાવવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, આ તસ્વીરને મમતા બેનર્જીના ઓફિશિયલ ફેસબુક હેન્ડલ પરથી પણ શેર કરવામાં આવેલ છે. 21 મે 2017ના રોજ અહીંયા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ 24માં શહીદ દિવસની તસ્વીર છે.

તપાસ દરમિયાન, અમને 21 મે, 2017ના રોજ મીડિયા વેબસાઈટ ફર્સ્ટપોસ્ટ પર પ્રકાશિત અહેવાલમાં વાયરલ તસ્વીર જોવા મળે છે. અહેવાલ મુજબ, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ 1993માં પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા 13 યુવા TMC કાર્યકરોની યાદમાં ‘શહીદ દિવસ’ નિમિત્તે કોલકાતામાં પાર્ટીની જાહેર રેલીને સંબોધિત કરી હતી.

Conclusion
ગોપાલ ઇટાલિયાએ આજે સુરતમાં દિલ્હી આપ નેતા રાઘવ ચઢ્ઢા સાથેના ભવ્ય રોડ શો દરમિયાન વિધાનસભા ચૂંટણી માટે નામાંકન ભર્યું હોવાના દાવા સાથે 2017માં પશ્ચિમ બંગાળમાં બનેલ ઘટનાની તસ્વીર શેર કરવામાં આવી રહી છે. વાયરલ તસ્વીરને આવનાર ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહી છે.
Result : False
Our Source
Facebook Post by World of Kolkata
Facebook Post by Mamata Banerjee Official
Report Published by Firstpost on 21 July 2027
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044