નાણામંત્રી નિર્મલા સીતારામને #Budget2021 રજૂ કર્યું. જેમાં સરકારે પેટ્રોલ અને ડીઝલ પર કૃષિ સેસ લાદવાની જાહેરાત કરી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કર્યું હતું, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે “રામનું પેટ્રોલ ભારતમાં 93 રૂપિયામાં, સીતાનું નેપાળ 53 રૂપિયામાં અને રાવણનું લંકા 51 રૂપિયામાં વેચાઇ રહ્યું છે” જે બાદ આ ટ્વીટ ખુબજ વાયરલ થયું અને લોકલ સમાચાર દ્વારા પણ આ ન્યુઝ છાપવામાં આવ્યા છે.

Factcheck / Verification
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા વધારા અંગે કરવામાં આવતા દાવાની સત્ય જાણવા માટે, અમે ભારત સરકારની સત્તાવાર વેબસાઇટ શોધી હતી. તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું કે પેટ્રોલ અને ડીઝલ પર કૃષિ સેસ લગાડવામાં આવ્યો છે. પરંતુ સરકારે એક્સાઇઝ ડ્યુટી અને વિશેષ એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે.

ભારતમાં પેટ્રોલનો ભાવ
iocl અને mypetrolprice વેબસાઇટ પર શોધ કરતા જાણવા મળ્યું કે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 86.34 રૂપિયા છે, જ્યારે મહારાષ્ટ્રમાં પેટ્રોલની કિંમત 92.84 છે.


નેપાળમાં પેટ્રોલનો ભાવ
નેપાળ ઓઇલ કોર્પોરેશન લિમિટેડના જણાવ્યા અનુસાર 19 જાન્યુઆરી સુધી નેપાળના એક શહેરમાં પેટ્રોલની કિંમત 108.50 રૂપિયા પ્રતિ લિટર હતી. નેપાળમાં ભારતીય ચલણ મુજબ પેટ્રોલના લિટર દીઠ 67.95 રૂપિયા અને ભારતમાં પ્રતિ લિટર 88.15 રૂપિયા છે.

શ્રીલંકામાં પેટ્રોલનો ભાવ
globalpetrolprices પર શ્રીલંકામાં પેટ્રોલના ભાવની તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું કે શ્રીલંકામાં હાલના પેટ્રોલનો ભાવ ભારતીય રૂપિયા પ્રમાણે લિટર દીઠ 61રૂપિયા છે.

Conclusion
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ખબર જેમાં ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પેટ્રોલના ભાવ અંગે ખોટો દાવો શેર કર્યો હોવાનું સાબિત થાય છે. તેમજ આ ભ્રામક સમાચાર કેટલાક લોકલ મીડિયા દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવ્યા છે.