દહેજ ખાતે ગેસ પાઈપલાઈનમાં મેઇન્ટેનન્સની કામગીરીને કારણે 11જાન્યુઆરીથી 24 કલાક માટે સમગ્ર ગુજરાતમાં LPG, CNG અને PNGનો પુરવઠો બંધ રહેશે. જેના કારણે ગુજરાતના તમામ ગેસ સ્ટેશનો અને ગેસ સપ્લાય બંધ રહેતા ઘર વપરાશથી લઈ ઔદ્યોગિકગૃહો, હોટલ, રેસ્ટોરન્ટ અને ખાસ કરીને CNG સંચાલિત વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડશે. જેથી વપરાશકર્તાઓ અને ગ્રાહકોએ તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થાનું આયોજન કરી લેવા તાકીદ કરવામાં આવી છે.

ગુજરાતમાં ગેસ લાઈન 24 કલાક માટે બંધ રહેવાના સમાચાર સોશ્યલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ ખબર વોટસએપ,ફેસબુક તેમજ કેટલાક ન્યુઝ સંસ્થાનો દ્વારા પણ પબ્લિશ કરવામાં આવેલ છે.

Factcheck / Verification
ગેસ પાઈપલાઈનમાં મેઇન્ટેનન્સની કામગીરીને કારણે પુરવઠો બંધ રહેવાની વાત પર સૌપ્રથમ ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન sandesh, divyabhaskar, zeenews અને gstv દ્વારા પબ્લિશ કરવામાં આવેલ લેખ જોવા મળે છે. જે મુજબ ગેસ પાઈપલાઈન બંધ રહેવાની વાત તદ્દન ભ્રામક અફવા હોવાની જાણકારી મળેલ છે. ઉલ્લેખીનય છે કે જયારે ગુજરાતમાં ગેસ લાઈન બંધ રહેવાનો મેસેજ જયારે વાયરલ થયો હતો, ત્યારે અનેક ન્યુઝ સંસ્થાનો દ્વારા પણ આ સમાચાર પબ્લિશ કરવામાં આવ્યા હતા. જે બાદ તેમાં સુધારો કરવામાં આવ્યો હતો.

ગેસ લાઈન બંધ રહેવાના સમાચાર ખુબ જ વાયરલ થવાના કારણે ‘ચરોતર ગેસ સહકારી મંડળી‘ દ્વારા ભ્રામક અફવા પર ખુલાસો આપતો પત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં ગેસ સહકારી મંડળીના ચેરમેન કિરણ પટેલે ગેસ લાઈન બંધ નહીં રહેવાં અંગે સ્પષ્ટતા કરવામાં આવેલ છે.

વાયરલ સમાચાર અંગે વધુ તપાસ કરતા ટ્વીટર પર ‘અદાણી ગેસ‘ના ઓફિશ્યલ એકાઉન્ટ પરથી કરવામાં આવેલ એક ટ્વીટ જોવા મળે છે. આ ટ્વીટ મારફતે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, 11 જાન્યુઆરીના ગુજરાતમાં CNG અને PNG ગેસ બંધ રહેવાની વાત તદ્દન ભ્રામક અફવા છે. ગેસ પુરવઠો યથાવત રીતે ચાલુ રહેશે.
Conclusion
ગુજરાતમાં 24 કલાક માટે ગેસ લાઈન બંધ રહેવાની હોવાનો વાયરલ મેસેજ એક ભ્રામક અફવા છે. આ મુદ્દે ‘ચરોતર ગેસ સહકારી મંડળી’ તેમજ ‘અદાણી ગેસ’ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલ છે. ગુજરાતમાં CNG – PNG કે રાંધણ ગેસની લાઈન બંધ રહેશે નહીં, વાયરલ મેસેજ એક ભ્રામક અફવા છે.
Result :- Misleading
Our Source
sandesh,
divyabhaskar,
zeenews
gstv
અદાણી ગેસ
ચરોતર ગેસ સહકારી મંડળી
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044)