Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
claim : કાજલ સિંઘાલા નામની મહિલા IPS અધિકારીનો લવ જેહાદને લઈને ચેતવણી આપતો વિડીયો
Fact : કાજલ વાસ્તવમાં IPS કે પોલીસ અધિકારી નથી. તેણી પોતાને રાષ્ટ્રવાદી વિચારધારા સાથે સંકળાયેલા એક સામાજિક કાર્યકર તરીકે વર્ણવે છે.
સોશ્યલ મીડિયા પર લવ જેહાદ મુદ્દે અનેક પ્રકારે પોસ્ટ અવાર-નવાર વાયરલ થતી હોય છે. આ ક્રમમાં કાજલ સિંઘાલા નામની મહિલા IPS અધિકારીનો લવ જેહાદને લઈને ચેતવણી આપતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ દાવો કરી રહ્યા છે કે “આ છે ગુજરાતની IPS મહિલા અધિકારી કાજલ સિંઘાલા અને તે લવ જેહાદનો પર્દાફાશ કરીને છોકરીઓને ચેતવણી આપી રહી છે. હું હિન્દુ ધર્મના લોકોને ચેતવણી આપવા માંગુ છું. આ વીડિયો તમારા પરિવારની છોકરીઓને તરત જ મોકલો.”
આ પણ વાંચો : શું શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને IRCTCએ નોન-વેજ ફૂડ પર પ્રતિબંધ મુક્યો છે?
વાયરલ દાવાની ચકાસણી કરવા માટે, અમે Google પર ‘kajal shingala gujarat’ જેવા કીવર્ડ સર્ચ કર્યા. આ પ્રક્રિયામાં અમને 10મી એપ્રિલ, 2023ના રોજ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રકાશિત થયેલો એક અહેવાલ જોવા મળ્યો, જેમાં ભડકાવ ભાષણના ગુનામાં ધરપકડ કરાયેલી કાજલ, જે મૂળ જામનગર ગુજરાતની રહેવાસી છે. તે એક સામાજીક કાર્યકર્તા છે અને તેના ટ્વિટર બાયોમાં તે પોતાને ‘રાષ્ટ્રવાદી’ તરીકે વર્ણવે છે. આ સિવાય અન્ય ઘણા મીડિયા સંસ્થાઓ દ્વારા કાજલ સિંઘાલા વિશે પ્રકાશિત થયેલા અહેવાલો જોઈ શકાય છે. પરંતુ અહીંયા કોઈપણ લેખમાં તેણીના IPS અથવા પોલીસ અધિકારી હોવાની કોઈ માહિતી જોવા મળતી નથી.
ઉપરોક્ત મળેલી માહિતીના આધારે, અમને કાજલ સિંઘાલાનું સત્તાવાર ટ્વિટર પેજ જોવા મળ્યું. આ પ્રક્રિયામાં, કાજલના ટ્વિટર પેજ પર આઈપીએસ ઓફિસર હોવાનો કોઈ ઉલ્લેખ નથી. ટ્વિટર એડવાન્સ સર્ચની મદદથી કાજલ દ્વારા ‘IPS’ શબ્દ સાથે શેર કરવામાં આવેલી ટ્વીટ્સને સર્ચ કર્યા પછી પણ અમને તેણીના IPS હોવાને લગતી કોઈ માહિતી મળી શકી નથી. નોંધપાત્ર છે કે, કાજલે પોતે વાયરલ વિડીયોને IPS ઓફિસર કીવર્ડ લખ્યા વિના રીટ્વીટ કર્યો છે.
કાજલ હિંદુસ્તાનીના ટ્વિટર પેજ, તેની વેબસાઈટ પર જોવા મળતી ઉપલબ્ધિઓમાં ભાજપ માટે પ્રચાર, સામાજિક કાર્ય અને યુનિવર્સિટીઓમાં ભાષણ જોવા મળે છે. પરંતુ તેના આઈપીએસ હોવાનો કોઈ ઉલ્લેખ નથી.
આ વાયરલ દાવા પર પ્રકાશિત થયેલ હિન્દી ફેકટચેક અહીં વાંચો
આમ, અમારી તપાસમાં એ સ્પષ્ટ થાય છે કે કાજલ સિંઘાલા કે જેઓ ગુજરાતની વતની છે. કાજલ વાસ્તવમાં IPS કે પોલીસ અધિકારી નથી. તેણી પોતાને રાષ્ટ્રવાદી વિચારધારા સાથે સંકળાયેલા એક સામાજિક કાર્યકર તરીકે વર્ણવે છે. કાજલ સિંઘાલા નામની મહિલા IPS અધિકારીનો લવ જેહાદને લઈને ચેતવણી આપી રહી હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો શેર કરવામાં આવેલ છે.
Our Source
Articles published by Indian Express and other media organisations
Kajal Singla’s Twitter page and website
Twitter Advanced Search
Newschecker analysis
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Prathmesh Khunt
July 8, 2023
Prathmesh Khunt
October 13, 2021
Prathmesh Khunt
December 17, 2021