Fact Check
શું શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને IRCTCએ નોન-વેજ ફૂડ પર પ્રતિબંધ મુક્યો છે?
Claim: શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને IRCTCએ નોન-વેજ ફૂડ પર પ્રતિબંધ મુક્યો
Fact: IRCTC દ્વારા કરવામાં આવેલ સ્પષ્ટતા મુજબ આવી કોઈ સૂચના જારી કરવામાં આવી નથી.
શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને IRCTCએ નવો નિયમ લાગુ કર્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સોશ્યલ મીડિયા યુઝર્સ અને મીડિયા સંસ્થાનો દાવો કરી રહ્યા છે કે “શ્રાવણ મહિનમાં રેલવે સ્ટેશન પર નોન-વેજ ફૂડ નહીં મળે”

Fact Check / Verification
શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને રેલ્વે સ્ટેશન પર નોન-વેજ ફૂડ પર પ્રતિબંધ મૂકવાના IRCTCના નામે શેર કરવામાં આવેલા દાવાની તપાસ કરતી વખતે, અમને જાણવા મળ્યું કે ઘણી મીડિયા સંસ્થાઓએ આ દાવાને લઈને કરવામાં આલ પોસ્ટ પર સુધારા કે સ્પષ્ટતા જાહેર કરી છે. વાયરલ દાવાના જવાબમાં, IRCTC દ્વારા શેર કરાયેલ એક ટ્વીટ જણાવે છે, “IRCTC દ્વારા આવી કોઈ સૂચના જારી કરવામાં આવી નથી. તમામ માન્ય વસ્તુઓ ફૂડ આઉટલેટમાંથી મુસાફરોને વેચાણ માટે ઉપલબ્ધ છે. ડુંગળી અને લસણ વગરનું ભોજન પણ મુસાફરોની પસંદગી મુજબ ઉપલબ્ધ રહેશે.“
હિન્દુસ્તાન ટાઈમ્સ અને ઝી ન્યૂઝ દ્વારા શેર કરાયેલા દાવાના જવાબમાં IRCTCએ તેને ખોટો ગણાવ્યો છે.
આ ઉપરાંત, અમે IRCTC દ્વારા જાહેર કરાયેલા પરિપત્રો અને આદેશોનું પણ નિરીક્ષણ કર્યું. પરંતુ અમે વાયરલ દાવા અંગે કોઈ પરિપત્ર અથવા આદેશ શોધી શક્યા નથી.
Conclusion
શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને રેલ્વે સ્ટેશન પર નોન-વેજ ફૂડ પર પ્રતિબંધ મૂકવાનો વાયરલ દાવો તદ્દન ભ્રામક છે. IRCTC દ્વારા કરવામાં આવેલ સ્પષ્ટતા મુજબ આવી કોઈ સૂચના જારી કરવામાં આવી નથી. તમામ માન્ય વસ્તુઓ ફૂડ આઉટલેટમાંથી મુસાફરોને વેચાણ માટે ઉપલબ્ધ છે.
Result : False
Our Source
Tweets shared by IRCTC on 2 and 3 July, 2023
Circulars and orders issued by IRCTC
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044