Fact Check
ગુજરાતમાં રાત્રે 10 વાગ્યાથી લોકડાઉન તેમજ અન્ય નિયમો લાગુ થયા હોવાનો ભ્રામક મેસેજ વાયરલ, જાણો શું કહ્યું સરકારે

કોરોના વાયરસના કેસમાં દરરોજ વધારા સાથે લોકડાઉનના ભણકારા વાગી રહ્યા છે. ગુજરાતમાં 3000થી વધુ ઓમીક્રોન વેરિએન્ટના કેસો અલગ-અલગ શહેરમાં નોંધાયા છે. રાજ્ય સરકાર દ્વારા વાઈબ્રેન્ટ ગુજરાત સમિટ તેમજ ફ્લાવર શો જેવા કાર્યક્રમો કોરોના કેસને ધ્યાને લેતા મૌકુફ રાખ્યા છે. આ તમામ ઘટના ક્રમમાં સોશ્યલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે, જેમાં રાજ્ય સચિવનો હવાલો આપતા રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધી સંપૂણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ફેસબુક યુઝર્સ દ્વારા લોકડાઉન લાગુ થવા અંગે મસેજ પોસ્ટ કરવામાં આવેલ છે. જેમાં નીચે મુજબ માહિતી આપવામાં આવેલ છે.
રાજ્ય સચિવ દ્વારા આજે જાહેરાત
- રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન
- આવતીકાલથી આગળની સૂચના સુધી યુકેની તમામ ઇનબાઉન્ડ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ
- આવતીકાલથી, જોખમ વિનાના દેશોની ફ્લાઈટ્સ – 10% RTPCR ફરજિયાત, બાકીની RAT
- દુઆરે સરકારના કાર્યક્રમો જે આજથી શરૂ થવાના હતા તે 1લી ફેબ્રુઆરી સુધી સ્થગિત
- આવતીકાલથી તમામ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટી બંધ રહેશે
- તમામ સરકારી કચેરીઓ, કોર્પોરેશનો, રાજ્ય કચેરીઓ – આવતીકાલથી 50% હાજરી
- તમામ ખાનગી ઓફિસો – આવતીકાલથી 50% હાજરી
- સ્વિમિંગ પુલ, સ્પા, જિમ, સલૂન, વેલનેસ પાર્લર આવતીકાલથી બંધ રહેશે
- મનોરંજન પાર્ક અને ઝૂ આવતીકાલથી બંધ રહેશે
- શોપિંગ મોલ અને કોમ્પ્લેક્સ – આવતીકાલથી 50% ક્ષમતા, સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી
- લોકલ ટ્રેન – સાંજે 7 વાગ્યા સુધી ક્ષમતાના 50% પર દોડશે
- ભોજનાલયો, રેસ્ટોરન્ટ્સ, વગેરે – 50% ક્ષમતા રાત્રે 10 વાગ્યા સુધી
- મેટ્રો રેલ – રાત્રે 10 વાગ્યા સુધી 50% ક્ષમતા
- સિનેમા હોલ – 50% ક્ષમતા
- આવશ્યક સેવાઓને રાત્રે 10 વાગ્યાની સમયમર્યાદામાંથી મુક્તિ આપવામાં આવશે
- જ્યાં એક જ પરિસરમાં 5 થી વધુ કેસ હશે ત્યાં આવતીકાલથી માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન સક્રિય થશે
- હોમ ડિલિવરી કાર્યરત રહેશે
- માસ્ક ફરજિયાત છે, અન્યથા સંસ્થા સામે કાર્યવાહી કરવામાં આવશે
- મુંબઈ અને દિલ્હીની ફ્લાઈટને માત્ર સોમવાર અને શુક્રવારે જ મંજૂરી આપવામાં આવશે
અનુસરવા માટે વિગતવાર સૂચના



Fact Check / Verification
ગુજરાતમાં કોરોના કેસમાં વધારો થતા રાજ્ય સચિવ દ્વારા લોકડાઉન તેમજ અન્ય નિયમો લાગુ કર્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ મેસેજ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા ફેસબુક પર કેટલાક યુઝર્સ દ્વારા લોકડાઉન અંગેના વાયરલ મેસેજ ભ્રામક આફવા હોવાની જાણકારી જોવા મળે છે. વાયરલ મેસેજ ભ્રામક હોવા અંગે મુખ્ય સચિવ પંકજ કુમારે પણ સ્પષ્ટતા કરી હતી.



ઉપરાંત, ગુજરાતમાં લોકડાઉન લાગુ થયાની ભ્રામક જાહેરાત અંગે ગુજરાત સાયબર સેલ દ્વારા પણ ફેસબુક મારફતે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે “અફવાઓ થી સાવધાન: લોકડાઉનની જાહેરાતના મેસેજ ખોટો છે.”
મળતી માહિતીના આધારે વધુ સચોટ માહિતી માટે અમે ગુજરાત સચિવાલય ખાતે માહિતી વિભાગ સાથે પણ લોકડાઉન અંગે વાયરલ થયેલા મસેજ પર પ્રશ્ન પૂછતાં જાણવા મળે છે, રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન કે કર્ફ્યુ અંગે હાલ કોઈપણ સત્તાવાર જાહેરાત કરવામાં આવેલ નથી. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ મસેજે તદ્દન ભ્રામક અફવા છે.
Conclusion
રાજ્ય સચિવના નામ સાથે રાત્રે 10 થી સવારના 5 વાગ્યા સુધી લોકડાઉન લાગુ થવાનો વાયરલ મેસેજ તદ્દન ભ્રામક છે. ગુજરાત સાયબર સેલ તેમજ સચિવાલય માહિતી વિભાગ દ્વારા પણ વાયરલ મેસેજ ભ્રામક અફવા હોવાની સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
Result :- False
Our Source
ગુજરાત સાયબર સેલ :- https://www.facebook.com/GujaratCyberCrimeCell/photos/
Gujarat Information and Broadcast Department
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044