Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
રાજકોટ થી પ્રકાશિત થતા કાઠિયાવાડ પોસ્ટ નામના મોર્નિગ ન્યુઝ પેપરના ફેસબુક એકાઉન્ટ પરથી 12 ડિસેમ્બરના બ્રેકિંગ ફોર્મેટમાં એક સમાચાર શેર કરવામાં આવ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “હેલ્મેટ પહેરવાની આદત પાડી લ્યો કારણ કે, 6 જાન્યુઆરીથી ગુજરાતના અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં નવા કાયદાની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે.
હેલ્મેટના નવા નિયમ 6 જાન્યુઆરીથી લાગુ થવાના છે, જે દાવાને ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન divyabhaskar અને mantavyanews દ્વારા 11 ડિસેમ્બરના પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ આઇએસ 4151 વગરનું હેલ્મેટ માન્ય નહીં ગણાય પરંતુ આ કાયદો જૂન 2021થી લાગુ પડશે.

રાજ્યનાં ચાર મોટાં શહેરો અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં હેલ્મેટનો નવો કાયદો આવશે. નવો કાયદો 01-06-2021 અમલી બનશે. આ માટે વાહનવ્યવહાર કમિશનરની કચેરી દ્વારા પોલીસ મહાનિર્દેશક અને ચારેય શહેરના પોલીસ કમિશનરને ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝના .0. એસઓ 4252 તા.. 26-11-2020ની નકલ મોકલી આપવામાં આવી છે, જે મુજબ આ હુકમથી ટૂ-વ્હીલર વાહનચાલકો માટે હેલ્મેટ સ્ટાન્ડર્ડ માર્ક આઈએસ 4151: 2015 ધરાવતા હોવાની જોગવાઈ કરવામાં આવી છે. આ હુકમનો અમલ 01-06-2021થી કરાવવાનો રહેશે. આ તારીખથી આઇએસ 4151 વગરનું હેલ્મેટ માન્ય નહીં ગણાય.
આ મુદ્દે વધુ તપાસ કરતા gujaratmitra વેબપોર્ટલ પર વાહન વ્યવહાર વિભાગ સચિવાલય તરફથી જાહેર કરવામાં પરિપત્ર જોવા મળે છે. જે પોલીસ કમિશનરશ્રી ને મોકલવામાં આવેલ છે. જેમાં આ કાયદો 1 જૂન 2021થી લાગુ થવાનો હોવાની માહિતી આપવામાં આવેલ છે.

હેલ્મેટના નવા કાયદા પર ન્યુઝ સંસ્થાન દ્વારા શેર કરવામાં આવેલ બ્રેકીંગ ન્યુઝમાં કાયદો લાગુ થવાની તારિખ 6 જાન્યુઆરી જણાવવામાં આવેલ છે. જે તદ્દન ભ્રામક છે. હેલ્મેટ પર લાગુ થનાર નવો કાયદો 1 જૂન 2021થી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ શહેરમાં લાગુ થશે.
gujaratmitra
divyabhaskar
mantavyanews
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Prathmesh Khunt
February 11, 2023
Prathmesh Khunt
February 4, 2023
Prathmesh Khunt
January 7, 2023