Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થયેલ છે, જેમાં એક વ્યક્તિની ડેડબોડી અને કેટલાક કુતરાઓ તેની આસપાસ જોઈ શકાય છે. જયારે ટ્વીટર પર આ તસ્વીર ગુજરાતના પપ્પુ શુક્લાની હોવાના દાવા સાથે પોસ્ટ કરવામાં આવેલ છે. જર્નાલિસ્ટ અને અન્ય યુઝર્સ દ્વારા વાયરલ તસ્વીર સાથે દાવો કરતા જણવ્યું છે, આ વ્યક્તિ પપ્પુ શુકલા છે અને જે પોતાનું ઘર ના હોવા છતાં આ કુતરાઓની સેવા કરતા હતા. જેમનું મૃત્યુ થયું છે અને ડેડબોડી રસ્તા પર પડેલ જોવા મળે છે.
( This is a dead body of Mr. Pappu Shukla ji, a homeless man from Gujarat State (India) who took care of abandoned dogs for many years. He died yesterday and his beloved dogs surrounded and protected his body, refusing to leave his side.. May Pappu Shukla ji Rest In Peace’ )
ગુજરાતના પપ્પુ શુકલાની ડેડબોડી આ રીતે રસ્તા પર પડેલ હોવાના દાવા પર ગુગલ રિવર્સ ઇમેજ સાથે સર્ચ કરતા reddit પર આ તસ્વીર અને તેના વિશે માહિતી જોવા મળે છે. જે મુજબ મરનાર વ્યક્તિનું નામ ઇસ્માઇલ હાદી છે, જે યમનના રહેવાસી અને એક સોશ્યલ એક્ટિવિસ્ટ છે. તેઓની ડેડબોડી આ રીતે રસ્તા પર પડેલી જોવા મળી ત્યારે કુતરાઓ તેમને છોડવા નહોતા માંગતા.
આ ઘટના યમનના ઇસ્માઇલ હાદીની હોવાની જાણકારી પર વધુ તપાસ કરતા ન્યુઝ સંસ્થાન aljazeera, alkhaleejtoday દ્વારા પબ્લિશ કરાયેલ રિપોર્ટ જોવા મળે છે. EX Yemen Country Director for Center for Civilians in Conflictના Nadwa Al-Dawsari દ્વારા પણ ટ્વીટર પર આ ઘટનાની જાણકારી આપવામાં આવી હતી.
ઇસ્માઇલ હાદી આ કૂતરાઓને સતત ખવડાવતા હતા. પસાર થતા લોકોએ જોયું કે, વર્ષોથી ઉછરેલા કુતરાઓ તેને ઘેરી લીધા અને તેના શરીરની આસપાસ બેઠા રહ્યા. જેનો ફેસબુક વિડિઓ યમનના એક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે.
આ ઘટના પર જર્નાલિસ્ટ AsaadHannaa દ્વારા પણ પોસ્ટ કરવામાં આવી છે, જે મુજબ આ વ્યક્તિ પપ્પુ શુકલા નહીં પરંતુ ઇસ્માઇલ હાદી છે. મરનાર વ્યક્તિ યમનનો રહેવાસી હતો અને એક સોશ્યલ વર્કર હતો.
સોશ્યલ મીડિયા પર ગુજરાતના પપ્પૂ શુકલાની ડેડબોડી રસ્તા પર મળી આવી હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર હકીકતમાં યમનના ઇસ્માઇલ હાદી છે. જેઓ એક સોશ્યલ વર્કર હતા અને કુતરાઓને ખવડાવતા તેમનું ધ્યાન રાખતા. હાલમાં તેમના મૃત્યુ બાદ તેમની ડેડબોડી રસ્તા પર પડેલ જોવા મળી અને જે બાદ સોશ્યલ મીડિયા પર આ તસ્વીર ગુજરાતના પપ્પુ શુકલા જે આવી રીતે કુતરાઓની સંભાળ રાખતા હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવેલ છે.
reddit
aljazeera,
alkhaleejtoday
Nadwa Al-Dawsari
AsaadHannaa
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Prathmesh Khunt
February 11, 2023
Prathmesh Khunt
February 4, 2023
Prathmesh Khunt
January 7, 2023