Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ભારતનો GDP -23% થી નીચે આવતા એક ગંભીર મુદ્દો ઉભો થયેલ છે, સોશ્યલ મીડિયા પર અનેક ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે અમેરિકન બિઝનેસ મેન John Chambers દ્વારા PM મોદી પર કરવામાં આવેલ ટિપ્પણી “મોદી જો બીજી વખત વડાપ્રધાન બનશે તો ભારતના વિકાસના પૈડા થંભી જશે” હેડલાઈન સાથે ન્યુઝ પેપરની કટિંગ વાયરલ થયેલ છે. (જોન ચેમ્બર્સ સિસ્કો સિસ્ટમના CEO છે.)
જોન ચેમ્બર્સ દ્વારા આ પ્રકારે આપયેલ સ્ટેટમેન્ટ પર ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા timesofindia, businesstoday, firstpost વગેરે ન્યુઝ સંસ્થાન દ્વારા જુલાઈ 2018ના પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ 2019ની ચૂંટણી પહેલા જોન ચેમ્બર્સ દ્વારા એક ઇન્ટરવ્યૂમાં કહેવામાં આવ્યું હતું કે “જો PM મોદી ફરી વખત ભારતના વડાપ્રધાન નહીં બને તો ભારતના વિકાસને જોખમ છે” (India’s growth at risk if Modi is not re-elected: John Chambers)
આ મુદ્દે વધુ તપાસ કરતા NDTV દ્વારા 2017માં જોન ચેમ્બર્સ સાથે કરાયેલ ઇન્ટરવ્યૂ જોવા મળે છે. જેમાં તેઓએ મોદી સરકાર અને ભારતના વિકાસ વિશે ચર્ચા કરેલ છે. (Chairman of CISCO John Chambers on his admiration of PM Narendra Modi and his vision for India.)
ટ્વીટર પર આ મુદ્દે સર્ચ કરતા John chambers દ્વારા MAY-2018ના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જેમાં તેઓએ મોદી સરકાર દ્વારા 4 વર્ષમાં કરાયેલ કામ #DigitalIndia અને #StartupIndia વિશે વખાણ કર્યા છે, આ સાથે તેમણે businessworld દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલની લિંક પણ શેર કરેલ છે. જેમાં મોદી સરકારના કામ અને તેનો વિકાસ તેમજ બિઝનેસ પાર્ટનર તરીકે USA અને ભારત વચ્ચે થયેલ બિઝનેસ ગ્રોથ વેગેરે મુદ્દે વાત કરવામાં આવેલ છે.
આ ઉપરાંત (Archives)narendramodi વેબસાઈટ પર જોન ચેમ્બર્સ અને PM મોદીની 2016 થી 2019 સુધી થયેલ તમામ મુલાકાત વિશે માહિતી જોવા મળે છે.
જયારે વાયરલ ન્યુઝ પેપર કટિંગને ધ્યાન પૂર્વક જોતા, તેમાં પણ જોન ચેમ્બર્સ દ્વારા મોદી સરકારના વખાણ તેમજ ભારતની સમૃદ્ધિ અને વિકાસ માટે ફરી મોદી સરકારની જરૂરી હોવાની વાત કરવામાં આવેલ છે. ભારત અને અમેરિકા વચ્ચે વધી રહેલ બિઝનેસ અને ભારતના વિકાસ અંગે પણ અન્ય ચર્ચાઓ આ ન્યુઝ પેપર કટિંગમાં જોવા મળે છે.
વાયરલ ન્યુઝ પેપર કટિંગમાં કરવામાં આવેલ દાવો “મોદી જો બીજી વખત વડાપ્રધાન બનશે તો ભારતના વિકાસ પૈડા થંભી જશે : જોન ચેમ્બર્સ” એક ભ્રામક પોસ્ટ છે. વાયરલ પેપર કટિંગમાં એડિટિંગ દ્વારા ભ્રામક હેડલાઈન લખવામાં આવેલ છે, આ મુદ્દે અન્ય ન્યુઝ સંસ્થાન દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલ તેમજ john Chambers દ્વારા કરવામાં આવેલ ટ્વીટ પરથી વાયરલ પોસ્ટ ભ્રામક સાબિત થાય છે.
narendramodi
businessworld
timesofindia
businesstoday
Firstpost
John chambers
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Prathmesh Khunt
February 11, 2023
Prathmesh Khunt
February 4, 2023
Prathmesh Khunt
January 7, 2023