Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
WeeklyWrap
આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેક ન્યુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરવા આવેલ નેતાઓ વખતે પહેરેલ કપડાં તો ભાજપ નેતા મુરલી મનોહર જોષી દ્વારા મોદી સરકાર પર કરવામાં આવેલ ટિપ્પણી અને શ્રીનગરમાં માત્ર રોહિંગ્યા મુસલમાનો ના ઘર તોડી પાડવામાં આવ્યા તો સાપુતારા રોડ પર યુવક-યુવતીને ચાકુ બતાવી પૈસાની લૂંટ કરવામાં આવી હોવાના ભ્રામક દાવાઓ પર કરવામાં આવેલ TOP 5 ફેક્ટ ચેક
કોરોના વાયરસ સંક્રમણ ઓછું થતા પ્રવાસન સ્થળો પર લોકોની અવર-જવર શરૂ થઈ ગઇ છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થયેલ છે, જેમાં ત્રણ યુવકો દ્વારા કાર ચાલક પર લૂંટ ચલાવવા આવી છે. ફેસબુક અને વોટસએપ ગ્રુપ પર આ વિડિઓ ગુજરાત સાપુતારા ખાતે બનેલ ઘટના હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
આ તમામ રાજકીય હલચલ વચ્ચે સોશિયલ મીડિયા પર ભાજપ ના એક વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોષી ના નામ પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. વાયરલ પોસ્ટમાં ડો.જોષી 2024ની ચૂંટણી અનુસંધાને નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહી રહ્યા છે “જો મોદી આવા જ અહંકાર સાથે રહ્યા તો 2024માં ખરાબ રીતે હાર જોવા મળશે અને લોકો રાહુલ ગાંધીને તેની સાદગી માટે જીતાડશે” ફેસબુક અને ટ્વીટર પર આ કેપશન સાથે અનેક લોકો દ્વારા શેર કરવામાં આવેલ છે.
રામાયણ પર આધારિત બની રહેલ ફિલ્મમાં કરીના કપૂર ‘સીતા’ નું પાત્ર કરી રહી છે, આ રોલ માટે તેમણે 12 કરોડ ચાર્જ માંગ્યો છે! આ તમામ દાવાઓ તદ્દન ભ્રામક છે. સોશિયલ મીડિયા પર બોયકોટ કરીના કપૂર ટેગ લાઈન સાથે વાયરલ થયેલ ખબર અંગે ફિલ્મ ડાયરેકટર અને ફિલ્મ પ્રોડક્શન હાઉસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલ છે. આ ફિલ્મ માટે કરીના કપૂર કે અન્ય કોઈ કલાકર હજુ નક્કી કરાયા નથી.
આવતા વર્ષે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ જોતા રાજ્યમાં રાજકીય હલચલ તીવ્ર બની છે. આગામી ચૂંટણીને લઇને ભાજપમાં ભારે મૂંઝવણ છે . લખનૌથી દિલ્હી સુધી નેતાઓની મીટિંગો ચાલુ છે. મંત્રીમંડળના વિસ્તરણ અને સંગઠનમાં ફેરફારની અટકળો બધે ફેલાયેલી છે. આ અટકળો વચ્ચે થોડા દિવસો પહેલા CM યોગી આદિત્યનાથે દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી.
કાશીમરમાં 370 કલમ રદ્દ થયા બાદ રોહિંગ્યા મુસલમાનો અંગે અવાર-નવાર ન્યુઝ સાંભળવા મળતા રહે છે. ત્યારે સોશિયલ મીડિયા પર રોહિંગ્યા નેતા અબ્દુલ્લા સરકાર દ્વારા બનવવામાં આવેલ વસાહત ઉપર ગઈકાલે કેંદ્ર સરકાર દ્વારા બુલડોઝર ફેરવ્યું હોવાના દાવા સાથે ન્યુઝ ચેનલ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ વિડિઓ શેર કરવામાં આવેલ છે.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar Shah
July 15, 2025
Dipalkumar Shah
July 14, 2025
Dipalkumar Shah
May 10, 2025