Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ગુજરાતમાં આવનાર વિધાનસભા ચૂંટણી અંગે તમામ પક્ષો પુરજોશ તૈયારી કરી રહ્યા છે. હાલમાં, અમદાવાદ ખાતે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનના ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો લોકોની ભીડ પણ જોવા મળી હતી. આ ક્રમમાં કેજરીવાલ અને ભગવંત માનની એક તસ્વીર વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ દારૂ અને નોનવેજ ખાઈ રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ફેસબુક પર “આ હું…જલસા છે બાપુ” ટાઇટલ સાથે વાયરલ થયેલ તસ્વીરમાં કેજરીવાલ અને ભગવંત માન દારૂ અને નોનવેજની મિજબાની માણી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં પંજાબ ચૂંટણીમાં આપ પાર્ટીની ભવ્ય જીત થઈ છે, જે સાથે ભગવંત માનને નવા મુખ્યમનત્રી બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો :- અમદાવાદ ખાતે આપ પાર્ટીના રોડ-શોમાં 25 કરોડ લોકો ભેગા થયા હોવાના દાવા સાથે ન્યૂયોર્ક ટાઈમ્સનો સ્ક્રીનશોટ વાયરલ
કેજરીવાલ અને ભગવંત માન દારૂ અને નોનવેજની મિજબાની માણી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ટ્વીટર પર ઘટના સંબંધિત NDTV દ્વારા નવેમ્બર 2021ના પોસ્ટ કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. ટ્વીટ અનુસાર, AAPના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે લુધિયાણામાં ઓટો અને કેબ ડ્રાઈવરોના સમુદાયને સંબોધન દરમિયાન એક ઓટો ડ્રાઈવરના ઘરે રાત્રિભોજનના આમંત્રણને સ્વીકાર્યું હતું.
ઓટો ડ્રાઈવરના ઘરે રાત્રિ ભોજનના આમંત્રણનો સ્વીકાર કરતા તેઓ તેમના ઘરે ભોજન માટે પહોંચ્યા હતા, જે સમયે લેવામાં આવેલ તસ્વીર પર જોઈ શકાય છે કે ભોજનમાં કોઈપણ નોનવેજ કે દારૂ પીરસવામાં આવેલ નથી.
ઉપરાંત, ન્યુઝ સંસ્થાન IndianExpressOnline યુટ્યુબ ચેનલ દ્વારા નવેમ્બર 2021ના ઘટના સંબધિત પોસ્ટ કરવામાં આવેલ વિડિઓ પોસ્ટ જોઈ શકાય છે. જે મુજબ એક રીક્ષા ચાલકના ઘરે ભોજનના આમંત્રણનો સ્વીકાર કરતા લુધિયાણા ખાતે રાત્રી ભોજન માટે કેજરીવાલ અને ભગવંત માન પહોંચ્યા હતા.
કેજરીવાલ અને ભગવંત માન દારૂ અને નોનવેજની મિજબાની માણી રહ્યા હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ થયેલ છે. એડિટેડ તસ્વીરને હાલના સંદર્ભમાં ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Our Source
Tweet Of NDTV News
YouTube Video Of IndianExpress Online
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Runjay Kumar
July 9, 2025
Dipalkumar Shah
June 17, 2025
Dipalkumar Shah
April 4, 2025