લતા મંગેશકરે 6 ફેબ્રુઆરી 2022ના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ ટ્રસ્ટમાં અંતિમ શ્વાસ લીધા. લગભગ 8 દાયકા સુધી ભારતીયોના દિલો પર રાજ કરનાર લતા મંગેશકરના નિધનના સમાચાર સાંભળીને આખો દેશ આઘાતમાં સરી ગયો. લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવા માટે દેશના વડાપ્રધાન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, ફિલ્મ જગતના તમામ મોટા નામ સહિત અનેક હસ્તીઓ મુંબઈના શિવાજી પાર્ક પહોંચી હતી.
આ જ ક્રમમાં, સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા એક વિડિઓ શેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે શ્રદ્ધાંજલિ આપવા આવેલા અભિનેતા શાહરૂખ ખાન દ્વારા લતા મંગેશકરના પાર્થિવ દેહ પર થુંકવામાં આવ્યું છે. ફેસબુક પર “આ સહરુખ જુઓ લતાજી ના અંતિમ સંસ્કાર સમયે પણ થુકવાનું ના ભૂલ્યો” ટાઇટલ સાથે ન્યુઝ ચેનલનો એક વિડિઓ શેર કરવામાં આવેલ છે.
Fact Check / Verification
‘લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવા પહોંચેલા શાહરૂખ ખાન, તેમના શરીર પર થૂંક્યા’ હોવાના દાવા સાથે શેર કરવામાં આવી રહેલા વીડિઓના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા YouTube પર ઈન્ડિયા ટુડે દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે.
તમને જણાવી દઈએ કે ઈન્ડિયા ટુડે દ્વારા પ્રકાશિત ઉપરોક્ત વીડિયો રિપોર્ટમાં શાહરૂખ ખાન 1 મિનિટ 22 સેકન્ડ સુધી પ્રાર્થના કરતા જોઈ શકાય છે. આ દરમિયાન શાહરૂખ ખાન પોતાનો માસ્ક હટાવતા જોવા મળે છે. નોંધનીય છે કે ઉપરોક્ત વિડિયોની સ્પીડ ધીમી કર્યા પછી, અમને જાણવા મળ્યું કે શાહરૂખ ખાન વાસ્તવમાં ફૂંક મારી રહ્યા હતા.

આ સંદર્ભમાં, tribuneindia દ્વારા પ્રકાશિત એક રિપોર્ટમાં જોવા મળે છે. જે મુજબ, શાહરૂખ ખાને દુઆ પઢ્યા પછી ફૂંક મારી હતી.
આ પણ વાંચો :- ઉત્તરપ્રદેશની ચૂંટણી પ્રચાર માટે આવેલા ભાજપ નેતાને લોકોએ ભગાડ્યા હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ
અમે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના સભ્ય ડૉ. કાસિમ રસૂલ ઇલ્યાસનો સંપર્ક કર્યો કે ઇસ્લામમાં દુઆ પઢ્યા પછી ફૂંક મારવાની પ્રક્રિયા શું છે? ડૉ.કાસિમના જણાવ્યા અનુસાર આ દાવો ખોટો છે. ઇસ્લામમાં આવી કોઈ જોગવાઈ નથી, પરંતુ લોકો વારંવાર કરે છે. જેમને ઇસ્લામની સંપૂર્ણ સમજ નથી, તેઓ વિચારે છે કે દુઆ પાઠ કર્યા પછી ફૂંક મારવી જોઈએ. પરંતુ લોકો ધાર્મિક બાબત માનીને આવું કરે છે…જયારે થૂંકવાનો કોઈ પ્રશ્ન જ નથી. કેટલાક લોકો દુઆ વાંચ્યા પછી મોં પર હાથ ફેરવે છે તો કેટલાક લોકો તેને ફૂંકે છે. તમે જોયું જ હશે કે ઘણા લોકો તેમના બીમાર લોકોને મસ્જિદોની બહાર લાવે છે, પછી લોકો દુઆ પઢ્યા પછી તેમના પર ફૂંક મારી દે છે જેથી જો તેઓ સ્વસ્થ થઈ જાય, અહીંયા શાહરુખ ખાને પણ આવું જ કર્યું હશે. તેમાં થૂંકવાની વાત તદ્દન પાયાવિહોણી છે. દુઆ પઢવાની આ પ્રક્રિયાને ફાતિયા કહે છે.
Conclusion
આમ, અમારી તપાસમાં એ સ્પષ્ટ થાય છે કે ‘લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવા આવેલા શાહરૂખ ખાને તેમના શરીર પર થૂંક્યા’ એવા દાવા સાથે શેર કરવામાં આવી રહેલી સોશિયલ મીડિયા પોસ્ટ ભ્રામક છે. વાસ્તવમાં શાહરૂખ ખાને દુઆ પઢ્યા પછી ફૂંક મારી હતી, દુઆ પઢવાની આ પ્રક્રિયાને ફાતિયા કહે છે.
Result :- Misleading / Partly False
Our Source
Media Reports
Dr. Qasim Rasool Ilyas, Member, AIMPLB
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044