Fact Check
ઉદ્ધવ ઠાકરે પોતના ઘરે Republic TV જોઈ રહ્યા હોવાનો ભ્રામક દાવો વાયરલ

મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે પોતના ઘરે Republic TV જોઈ રહ્યા હોવાના દાવા સાથે એક તસ્વીર સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ છે. Republic TVના TRP મામલે થયેલ વિવાદ જેમાં ન્યુઝ ચેનલ દ્વારા TRP સાથે છેડછાડ કરવામાં આવી હોવાનો દાવો મુંબઈ પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો. જે બાદ ફેસબુક અને ટ્વીટર પર અનેક યુઝર્સ દ્વારા “Uddhav Thackeray is the only one honest man who agreed he watched Republic Bharat after he was paid 500 rs” કેપશન સાથે આ પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
CM ઉદ્ધવ ઠાકરે પર વાયરલ થયેલ દાવા સાથે શેર કરવામાં આવેલ તસ્વીર ગુગલ રિવર્સ ઇમેજ સાથે સર્ચ કરતા outlookindia વેબસાઈટ પર ઉદ્ધવ ઠાકરેની ફોટો ગેલેરી જોવા મળે છે. જેમાં વાયરલ તસ્વીર પણ જોવા મળે છે, પરંતુ અહીંયા આપેલ તસ્વીરમાં ઉદ્ધવ ઠાકરે લોકડાઉં સમયે કોરોના મુદ્દે PM મોદી સાથે લાઈવ કોન્ફરન્સ કરી રહ્યા હોવાની માહિતી જોવા મળે છે.

આ મુદ્દે વધુ સર્ચ કરતા CMOMaharashtraના ફેસબુક એકાઉન્ટ પરથી જૂન 2020ના ઉદ્ધવ ઠાકરે અને PM મોદી વચ્ચે થયેલ લાઈવ કોન્ફરન્સની તસ્વીર શેર કરવામાં આવેલ છે. આ ઉપરાંત ટ્વીટર પર પણ Office of Uddhav Thackerayના એકાઉન્ટ પરથી પણ આ સમાન તસ્વીર શેર કરવામાં આવેલ છે. જે પરથી સાબિત થાય છે, વાયરલ તસ્વીર સાથે છેડછાડ કરવામાં આવેલ છે.
કાળજીપૂર્વક નિરીક્ષણ કર્યા પછી, અમે જોયું કે આ ચિત્રમાં મૂકવામાં આવેલા રિપબ્લિક ટીવી ફૂટેજમાં તેના પર #CantBlockRepublic હેશટેગ લખેલ છે.વેબસાઇટ પર એક વિડિઓ મળી જેમાં એક સમાન ફૂટેજ હતું. આ અહેવાલ 11 સપ્ટેમ્બર, 2020 ના રોજ પ્રકાશિત થયો હતો. જે ન્યુઝ બુલેટિનની તસ્વીર વાયરલ દાવામાં એડ કરવામાં આવી છે.
Conclusion
CM ઉદ્ધવ ઠાકરે પોતના ઘરે Republic TV જોઈ રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર ભ્રામક છે. ઉદ્ધવ ઠાકરે લોકડાઉન સમયે PM મોદી સાથે થયેલ લાઈવ કોન્ફરન્સ સમયે લેવામાં આવેલ તસ્વીરમાં ભ્રામક રીતે એડિટિંગ દ્વારા Republic TVના ન્યુઝ બુલેટિનનો સ્ક્રીન શોટ લગાવવામાં આવેલ છે. CMOMaharashtra અને Office of Uddhav Thackerayના ઓફિશ્યલ એકાઉન્ટ પરથી આ લાઈવ કોન્ફરન્સની તસ્વીર શેર કરવામાં આવેલ છે.
Result :- False
Our Source
CMOMaharashtra
Office of Uddhav Thackeray
outlookindia
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)