Authors
Claim : મહારાષ્ટ્રથી 63 રોહિંગ્યા બાળકો પકડાયા
Fact : વાયરલ વીડિયોમાં દેખાતા બાળકો કોલ્હાપુરના અજરા સ્થિત મદરેસામાં અભ્યાસ કરે છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ઘણા બાળકો ટ્રકમાં જોવા મળી રહ્યા છે અને કેટલાક પોલીસકર્મીઓ તેમને ટ્રકમાંથી ઉતારી રહ્યા છે. આ વીડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે મહારાષ્ટ્રથી 63 રોહિંગ્યા બાળકો પકડાયા છે. ન્યુઝ ચેનલ સંપૂર્ણ સેવા સમાચાર દ્વારા ફેસબુક પર “૬૩, રોહિંગીયા કઈ રીતે પકડાયા” ટાઇટલ સાથે વિડીયો શેર કરવામાં આવેલ છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રથી 63 રોહિંગ્યા બાળકો પકડાયા હોવાના દાવા પર ન્યૂઝચેકર હિન્દી ટિમ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફેકટચેક અહીં વાંચો.
Fact Check / Verification
મહારાષ્ટ્રથી 63 રોહિંગ્યા બાળકો પકડાયા હોવાના દાવાની સત્યતા જાણવા માટે અમે કેટલાક કીવર્ડ્સની મદદથી ગૂગલ સર્ચ કર્યું. અમને ‘ABP Majha‘ ની YouTube ચેનલ પર 17 મે 2023 ના રોજ અપલોડ કરવામાં આવેલ એક વીડિયો જોવા મળે છે. અહીંયા વાયરલ વીડિયોના દર્શ્યો જોઈ શકાય છે.
વીડિયો અનુસાર મુસ્લિમ બાળકોને લઈ જતી ટ્રકને કોલ્હાપુર પોલીસે અટકાવી હતી. વધુમાં, આ બાળકો કોલ્હાપુરના આજરા ખાતેની મદરેસામાં અભ્યાસ કરતા હતા અને વેકેશનમાં પોતાના ગામ ગયા હતા.
તપાસ દરમિયાન, અમને 18 મેના રોજ ‘ઇન્ડિયા ટીવી‘ની વેબસાઇટ પર પ્રકાશિત એક અહેવાલ મળ્યો, જે મુજબ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક ટ્રકમાં 63 બાળકો મળી આવ્યા હતા, જેઓ બિહાર અને પશ્ચિમ બંગાળથી ટ્રેન દ્વારા કોલ્હાપુર પહોંચ્યા હતા.
રિપોર્ટમાં પોલીસને ટાંકીને લખવામાં આવ્યું છે કે આ તમામ બાળકો વિસ્તારની એક મદરેસામાં ભણતા હતા અને ઉનાળાના વેકેશનમાં પોતાના ઘરે ગયા હતા. પોલીસે જ્યારે બાળકોની તપાસ કરી તો તેમને તમામ બાળકોના આધાર કાર્ડ અને ઓળખ કાર્ડ મળી આવ્યા. આ પછી મદરેસામાંથી મૌલાનાને બોલાવવામાં આવ્યા હતા. મૌલાના પાસે આ બાળકોના નામ, પરિવારના નામ અને અન્ય માહિતી હતી. રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર પોલીસે આ તમામ બાળકોની માહિતી એક NGOને પણ આપી દીધી છે અને આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.
શોધ કરવા પર, અમને IANS ટીવીની યુટ્યુબ ચેનલ પર 18 મેના રોજ અપલોડ કરવામાં આવેલ એક વીડિયો રિપોર્ટ મળ્યો. આ મુજબ પોલીસે શરૂઆતમાં વિચાર્યું કે આ બાળકોની તસ્કરીનો મામલો છે કારણ કે આ બાળકો નજીકના વિસ્તારોમાંથી નહીં પરંતુ બિહાર અને બંગાળથી આવ્યા હતા. પરંતુ જ્યારે પોલીસે ટ્રકને રોકીને તપાસ કરી તો ખબર પડી કે આ મામલો ધાર્મિક શિક્ષણ સાથે સંબંધિત છે, બાળ તસ્કરી સાથે નથી. અહેવાલો અનુસાર, આ બાળકો બિહાર અને બંગાળથી મહારાષ્ટ્રના મદરેસામાં અભ્યાસ કરવા આવ્યા છે. આ અહેવાલમાં કોલ્હાપુરના નાયબ પોલીસ અધિક્ષક મંગેશ ચૌહાણનું નિવેદન પણ છે.
આ મામલે વધુ માહિતી માટે અમે કોલ્હાપુરના સ્થાનિક પત્રકાર સચિન સાથે પણ વાત કરી હતી. તેણે જણાવ્યું કે આ બાળકો કોલ્હાપુરના અજરા સ્થિત મદરેસામાં ભણવા આવ્યા હતા. હાલ આ બાળકોને એક NGOને સોંપવામાં આવ્યા છે. આ મામલે વધુ પોલીસ તપાસ ચાલી રહી છે.
અમે કોલ્હાપુરના અજરા મદરેસાના મૌલવીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે. વધુ માહિતી સાથે અહેવાલ અપડેટ કરવામાં આવશે.
Conclusion
મહારાષ્ટ્રથી 63 રોહિંગ્યા બાળકો પકડાયા હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. વાયરલ વીડિયોમાં દેખાતા બાળકો કોલ્હાપુરના અજરા સ્થિત મદરેસામાં અભ્યાસ કરે છે. આ તમામ બાળકો વિસ્તારની એક મદરેસામાં ભણતા હતા અને ઉનાળાના વેકેશનમાં પોતાના ઘરે ગયા હતા.
Result : Missing Context
Our Source
Video Uploaded by ABP Majha Youtube Channel on May 17, 2023
Report Published at India TV on May 18, 2023
Video Uploaded by IANS Youtube Channel on May 18, 2023
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044