Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
સોશિયલ મીડિયા પર એક વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે સંજય રાઉત ઇન્ટરવ્યૂ સમયે ભાવુક થયા હતા. વાયરલ વીડિયો જોઈને લાગે છે કે સંજય રાઉત કોઈની સાથે વાત કરતા રડી રહ્યા છે. આ વીડિયો ફેસબુક અને ટ્વિટર પર “આતો લાઈવ મા રોવા બેઠો” ટાઇટલ સાથે વાયરલ થઈ રહ્યો છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલ રાજકીય ડ્રામા ક્યારે સમાપ્ત થશે તે કહી શકાય તેમ નથી. શિવસેનાના એક જૂથે બળવો કર્યા બાદ મહારાષ્ટ્રની સત્તાધારી મહા વિકાસ અઘાડી સરકાર મુશ્કેલીમાં છે. લોકો મહારાષ્ટ્ર સરકારના પતનનો અંદાજ લગાવી રહ્યા છે. આ હંગામામાં દરેક રાજકીય પક્ષો તરફથી બયાનબાજી ચાલી રહી છે. નોંધનીય છે કે શિવસેનાનો મોરચો સંજય રાઉત સંભાળે છે. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે સંજય રાઉત રડી રહ્યા છે.
સંજય રાઉત રડી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો અંગે newschecker હિન્દી ટિમ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફેકટચેક અહીંયા જોઈ શકાય છે.
સંજય રાઉત ઇન્ટરવ્યૂ સમયે ભાવુક થયા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો અંગે ગુગલ કેટલાક કીવર્ડ્સની મદદથી સર્ચ કરવા પર જાણવા મળ્યું કે સંજય રાઉતનો આ વીડિયો ન્યૂઝ ચેનલ “આજ તક“ના ઈન્ટરવ્યુમાંથી લેવામાં આવ્યો છે. સંજય રાઉતનો આ ઈન્ટરવ્યુ આજતકના પત્રકાર સાહિલ જોશીએ 21 જૂન 2022ના રોજ લીધો હતો. વાયરલ વીડિયોનો ભાગ આજતકના વીડિયોની શરૂઆતમાં જોઈ શકાય છે. પરંતુ અહીં નોંધનીય વાત એ છે કે સંજય રાઉત આ વીડિયોમાં રડતા જોવા મળ્યા નથી. તેના ચહેરાના હાવભાવ સામાન્ય દેખાય છે.
વાયરલ વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે કે કેમ? કારણકે, મૂળ વીડિયોમાં સંજય રાઉત રડતા દેખાતા નથી. આ અંગે તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું કે આ વીડિયોમાં સંજય રાઉતને રડતા બતાવવા માટે સ્નેપચેટ એપના એક ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ Snapchat ફિલ્ટર છેલ્લા ઘણા દિવસોથી ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. આ ટેક્નોલોજીની મદદથી કોઈપણ વ્યક્તિના ચહેરાને રડતો બતાવી શકાય છે.
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે સંજય રાઉત ઇન્ટરવ્યૂ સમયે ભાવુક થયા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો સ્નેપચેટ એપના એક ફિલ્ટરની મદદથી બનાવવામાં આવ્યો છે, જેમાં રાઉત રડતા હોય તેવું લાગે છે. વાયરલ વિડીયો ન્યૂઝ ચેનલ “આજ તક”ના ઈન્ટરવ્યુમાંથી લેવામાં આવ્યો છે.
Our Source
Video of AajTak uploaded on June 21, 2022
Snapchat Crying Filter Tutorial on 10 May 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Vasudha Beri
November 21, 2024
Dipalkumar Shah
October 26, 2024
Dipalkumar Shah
October 25, 2024