Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
રાજ્યમાં સતત Corona કેસ વધી રહ્યા છે. જેને ધ્યાનમાં લઇને સરકાર તરફથી એક પછી એક નિર્ણય લેવામાં આવી રહ્યા છે. ત્યારે સોશ્યલ મીડિયા પર લોકડાઉન અને નાઈટ કર્ફ્યુ અંગે પણ ઘણી અફવાઓ તેમજ ભ્રામક લેટર વાયરલ થયા હતા. જે અંગે રાજ્ય સરકાર તેમજ મુખ્યમનત્રી વિજય રૂપાણી દ્વારા પણ સ્પષ્ટતા આપતા જણાવવામાં આવ્યું કે દિવસ દરમિયાન કોઈપણ લોકડાઉન લાગુ થવાની શક્યતા નથી.
માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના નિયમનું પાલન કરવા અને વધતા Corona કેસ જોતા શાળા, કોલેજ 31 માર્ચ સુધી બંધ કરવામાં આવેલ છે. પાર્ક, થિએટર , મોલ વગેરે પર રજામાં દિવસોમાં બંધ રાખવા આદેશ આપવામાં આવ્યા છે. આ મુદ્દે સોશ્યલ મીડિયા પર યુઝર્સ દ્વારા અનેક પોસ્ટ શેર કરવામાં આવેલ છે, જેમાં લોકો ચૂંટણી લક્ષી રેલીઓ ને મંજૂરી આપવા બદલ રોષ વ્યક્ત કરતા દેખાઈ છે.
લોકડાઉન, નાઈટકર્ફ્યુ અને બંધના આદેશ પર એક વાયરલ ખબર જોવા મળે છે, જેમાં આજથી 31 માર્ચ સુધી પ્રખ્યાત મહુડી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધી રહેલા Corona સંક્રમણને લઇ આ નિર્ણય લેવાયો છે. દર્શનાર્થીઓને ઘરે રહેવા મંદિર ટ્રસ્ટની અપીલ કરવામાં આવી છે. આ ખબર મંતવ્ય ન્યુઝ ચેનલ દ્વારા 21 માર્ચના પ્રકાશિત કરવામાં આવેલ છે.

ન્યુઝ ચેનલ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ મુજબ ‘જૈન સંઘ અને જન હિતને ધ્યાનમાં રાખીને મહુડી જૈન શ્વેતાંમ્બર મૂર્તિપૂજક ટ્રસ્ટ/ સંઘ તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે, સમગ્ર વિશ્વને ભરડો લઇને વિનાશ સર્જનાર Corona વાઈરસ મહામારી અંગે ભારત સરકાર તરફથી રાષ્ટ્રહિતમાં જાહેર કરાયેલી માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને મહુડી જૈન શ્વેતાંમ્બર મૂર્તપૂજક ટ્રસ્ટ/ સંઘ સંચાલિત તીર્થમાં આજે તા.20મીથી 31 માર્ચ સુધી જાહેર જનતા માટે દર્શન-પૂજા બંધ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ યાત્રિક ભાઇ-બહેનોને તીર્થયાત્રા મોકૂફ રાખવા વિનંતી કરી છે. તેની સાથે તીર્થની ધર્મશાળા, ભોજનશાળા અને પ્રસાદીભવન વગેરે બંધ રહેશે’
ગાંધીનગર મહુડી મંદિર બંધ રાખવાના આદેશ પર ગુગલ કીવર્ડ સર્ચ કરતા ટ્વીટર પર Zee24Kalak દ્વારા 21 માર્ચના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જેમાં મંદિર બંધ હોવાનો આદેશ એક અફવા હોવાનો ખુલાસો કરવામાં આવેલ છે. જૂનો પરિપત્ર વાયરલ કરી ભ્રામક અફવા ફેલાવવામાં આવી હોવાની મંદિર તરફથી સપષ્ટતા કરવામાં આવેલ છે.
આ વિષય પર વધુ તપાસ કરતા vtvgujarati તેમજ abplive દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ પણ જોવા મળે છે. જે મુજબ મહુડી જૈન તીર્થમાં ભક્તો માટે દર્શન ચાલુ છે. મહુડી જૈન તીર્થના ટ્રસ્ટી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યુ છે, જેમાં તેમણે જણાવ્યુ કે, મહુડી જૈન તીર્થમાં દર્શન ચાલુ છે. લોકોએ અફવાઓથી સાવધ રહેવુ. મહુડી તીર્થમાં સવારના 7થી સાંજના 7 સુધી દર્શન કરી શકાશે. દર્શન દરમિયાન Corona ગાઇડલાઇનનું પાલન જરૂરી છે.

31 માર્ચ સુધી પ્રખ્યાત મહુડી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો વાયરલ પરિપત્ર જૂનો છે. ન્યુઝ ચેનલ દ્વારા તેમજ સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા ભ્રામક અફવા શેર કરવામાં આવેલ છે. મહુડી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સ્પષ્ટતા આપવામાં આવેલ છે કે મંદિર બંધ રાખવાની વાત તદ્દન ભ્રામક અફવા છે. Corona ગાઇડલાઇન સાથે મંદિર દર્શનાર્થીઓ માટે સાંજના 7 સુધી ખુલ્લુ રહશે.
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Dipalkumar Shah
June 7, 2025
Dipalkumar Shah
June 3, 2025
Prathmesh Khunt
May 12, 2020