Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
બંગાળમાં મમતા સરકાર કાવડ યાત્રા પર પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરાવી રહી હોવાના દાવા સાથે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કાવડ યાત્રિકો પર બંગાળ પોલીસ કર્મીઓ લાઠી ચાર્જ કરી રહ્યા છે. આ વિડીયો Newschecker વોટસએપ હેલ્પલાઇન પર યુઝર દ્વારા શેર કરવામાં આવેલ છે, જેની તપાસ કરતા વિડીયો જૂનો હોવાનું સામે આવ્યું છે.
બંગાળમાં મમતા સરકાર કાવડ યાત્રા પર પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરાવી રહી હોવાના વાયરલ વિડીયોના કિફ્રેમ્સ રિવર્સ ઇમેજ સર્ચ કરતા tv9hindi અને jagran દ્વારા 16 ઓગષ્ટ 2021ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે અનુસાર, કોલકાતામાં ભક્તોના આસ્થાના કેન્દ્ર એવા ભૂતનાથ મંદિરની સામે પોલીસ શિવભક્તો પર લાઠી ચાર્જ કરી રહી છે. આ સમગ્ર મામલે મમતા સરકાર ઘેરાયેલી જોવા મળી રહી છે. બંગાળ ભાજપના ઉપાધ્યક્ષ રિતેશ તિવારીએ વીડિયો ટ્વીટ કરીને મમતા બેનર્જી સરકારની સરખામણી તાલિબાન શાસન સાથે કરી હતી.
આ ઉપરાંત, ટ્વીટર પર BJP Bengal અને બંગાળ ભાજપના ઉપાધ્યક્ષ Ritesh Tiwari દ્વારા ઓગષ્ટ 2021ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોઈ શકાય છે. આ વિડીયો સાથે આપવામાં આવેલ માહિતી અનુસાર ભૂતનાથ મંદિરની સામે કોલકાતા પોલીસે શિવભક્તોને નિર્દયતાથી માર માર્યો હતો. ઉલ્લેખનીય છે કે ઓગષ્ટ 2021માં કોરોના વાયરસના કારણે લોકડાઉન લાગુ હતું.
કોલકતામાં શિવભક્તો પર લાઠી ચાર્જની ઘટના અંગે ગુગલ સર્ચ કરતા livemint દ્વારા 13 ઓગષ્ટ 2021ના લોકડાઉન અંગેના નવા નિયમો પર પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે અનુસાર, પશ્ચિમ બંગાળ સરકારે ગુરુવારે રાજ્યમાં કોવિડ-સંબંધિત પ્રતિબંધોને 31 ઓગસ્ટ સુધી લંબાવ્યા છે, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જાહેરાત કરી કે રાત્રિના કલાકો દરમિયાન કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે તેમાં રાહત આપવામાં આવશે.
બંગાળમાં મમતા સરકાર કાવડ યાત્રા પર પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરાવી રહી હોવાના વાયરલ વિડીયો ખરેખર ઓગષ્ટ 2021ના કોલકતાના ભૂતનાથ મંદિર નજીક બનેલ ઘટના છે. વાયરલ વિડીયો યુઝર્સ હાલના સંદર્ભમાં ભ્રામક રીતે શેર કરી રહ્યા છે.
Our Source
Media Reports Of tv9hindi And jagran On 16 AUG 2021
Twitter Post Of BJP Bengal and Ritesh Tiwari on 16 AUG 2021
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar Shah
April 9, 2025
Vasudha Beri
August 23, 2024
Dipalkumar Shah
August 27, 2024