Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
અફઘાનિસ્તાનમાં (taliban) તાલિબાનનો આતંક ચાલી રહ્યો છે, થોડા દિવસો આગાઉ ભારતીય લોકોને કાબુલ એરપોર્ટથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. સોશ્યલ મીડિયા પર તાલિબાનીઓ દ્વારા કરવામાં આવતા અત્યાચાર અને હેરાનગતિના વિડિઓ વાયરલ થયેલા છે. ફેસબુક અને યુટ્યુબ પર Online Patrakar દ્વારા “તાલિબાને નાટોના હેડક્વાર્ટરમાં કરી તોડફોડ” હેડલાઈન સાથે એક વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે.
Taliban દ્વારા NATOની ઓફિસ પર તોડફોડ કરવામાં આવી હોવાના દાવા સાથે વિડીઓમાં US આર્મી ઓફિસર કોમ્પ્યુટર અને હાર્ડડિસ્કના તોડફોડના દર્શ્યો અને હાલમાં અફઘાનિસ્તાનની હાલત અંગે માહિતી આપી રહ્યો છે.
અફઘાનિસ્તાનમાં આવેલ NATO ઓફિસ પર તાલિબાનીઓ દ્વારા તોડફોડ કરવામાં આવી હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ વિડિઓ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા કેટલાક પરિણામો જોવા મળે છે. જેમાં Storyful News યૂટ્યૂબ ચેનલ પર 18 ઓગષ્ટના સમાન વિડિઓ પબ્લિશ કરવામાં આવેલ છે, જે મુજબ તાલિબાનીઓ કાબુલ પર કબજો કર તે પહેલા તમામ માહિતી અને ઉપકરણોનો નાશ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતીના આધારે ગુગલ સર્ચ કરતા news.com.au અને news.yahoo દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ NATO સેક્રેટરી દ્વારા જણાવવામાં આવ્યું કે “અમે આતંકવાદીઓને ધમકી આપવાનો મોકો નહીં આપીએ” તાલિબાનીઓ દ્વારા કાબુલ પર કબજો કરવાની શરૂઆત થતા આ તમામ કોમ્પ્યુટર અને હાર્ડડિસ્કને તોડવામાં આવેલ છે, હાલ 18000થી વધુ લોકો કાબુલ એરપોર્ટ પર જમા થયેલા છે. બ્રિટન અને અમેરિકા દ્વારા તાલિબાનને વિનંતી કરવામાં આવેલ છે, જે લોકો દેશ છોડવા માંગતા હોય તેવા તમામ વિદેશી અને અફઘાનના નાગરિકોને સલામત રીતે બહાર જવા રસ્તો આપે.

કોમ્પ્યુટર અને હાર્ડડિસ્કના તોડફોડ અંગે વધુ સર્ચ કરતા nypost અને npr દ્વારા પ્રકાશિત અહેવાલ જોવા મળે છે. જ્યાં વાયરલ વિડિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ છે. અહેવાલ મુજબ, US આર્મી જવાન દ્વારા ઉતરવામાં આવેલ વિડિઓ ISAF ઈન્ટરનેશલ સિક્યુરિટી આસિસ્ટંટ ફોર્સ મિશનની ઓફિસ છે. ISAF એ NATOની સિક્યુરિટી એજન્સી છે.

આ પણ વાંચો :- કોંગ્રેસ પાર્ટી મિટિંગના પોસ્ટરમાં “ચોર ગ્રુપ મિટિંગ” લખવામાં આવ્યું હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ
ઉપરાંત, તમામ કર્મચારીઓને મહત્વના કાગળો અને ડેસ્કટોપ કમ્પ્યુટર્સ દેશ છોડતા પહેલા નાશ કરવાની સૂચના આપવામાં આવી હતી. જે સંદર્ભે વાયરલ વિડિઓ મુજબ તમામ કોમ્પ્યુટર અને હાર્ડડિસ્કની તોડફોડ કરવામાં આવેલ છે. તેમજ તમામ નાગરિકોને સલામત બચાવ સુનિશ્ચિત કરવા માટે કાબુલ જવાના માર્ગ પર 3,000 યુએસ સૈનિકો દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવશે.
તાલિબાન દ્વારા NATOની ઓફિસ પર તોડફોડ કરવામાં આવી હોવાના દાવા સાથે વાયરલ થયેલ વીડિઓ સાથે આપવામાં આવેલ માહિતી તદ્દન ભ્રામક છે. ઓફિશ્યલ સૂચના અનુસાર તમામ રાજદ્વારીઓને દેશ છોડતા પહેલા મહત્વના કાગળ અને ખાનગી માહિતીને નષ્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જે સંદર્ભે આ તમામ કોમ્પ્યુટર અને હાર્ડડિસ્કની તોડફોડ કરવામાં આવેલ છે. તાલિબાન દ્વારા NATOની ઓફિસ પર હુમલો અથવા તોડફોડ કરવામાં આવી હોવાનો દાવો તદ્દન ભ્રામક છે.
nypost
npr
news.com.au
news.yahoo
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Prathmesh Khunt
August 24, 2021
Prathmesh Khunt
August 31, 2021
Prathmesh Khunt
September 8, 2021