‘કોરોનાને લઈને યોગી સરકારનું સખ્ત વલણ- માત્ર 100 લોકોની જ હાજરી નહીતો થશે કાર્યવાહી‘ હેડલાઈન સાથે ન્યુઝ વેબસાઈટ revoi દ્વારા આ ખબર પ્રકાશિત કરવામાં આવેલ છે. આ સાથે ‘લગ્નમાં બેન્ડ-ડિજે પર પ્રતિબંધ‘ હોવાની ખબર પણ પબ્લિશ કરવામાં આવેલ છે. યોગી સરકાર દ્વારા લગ્ન તેમજ અન્ય પ્રાસંગિક કાર્યક્રમો પર ગાઇડલાઇન જાહેર કરેલ છે, જેમાં બેન્ડ-DJ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોવાનો દાવો આ ન્યુઝ વેબસાઈટ દ્વારા કરવામાં આવ્યો છે.

Factcheck / Verification
ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર દ્વારા જાહેર કાર્યક્રમો પર ગાઇડલાઇન જાહેર કરવામાં આવેલ છે, જેમાં લગ્ન સમારોહમાં બેન્ડ અને DJ પર પ્રતિબંધ હોવાના દાવાને ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન navbharattimes, amarujala તેમજ livehindustan દ્વારા 23 નવેમ્બર 2020ના પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ યુપી સરકાર દ્વારા લગ્ન પ્રસંગમાં માત્ર 100 લોકોની પરવાનગી આપવામાં આવી છે, તેમજ બેન્ડ-DJની છૂટ આપવામાં આવેલ છે. માત્ર લગ્નમાં 100ની સંખ્યામાં બેન્ડ-DJના માણસો ને પણ ગણવામાં આવશે.
જયારે લગ્ન પ્રસંગે બેન્ડ પાર્ટી અને DJ વિશે વાયરલ થયેલ દાવા પર વધુ તપાસ કરતા ટ્વીટર પર CM યોગી આદિત્યનાથના ઓફિશ્યલ એકાઉન્ટ પરથી કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જે મુજબ પ્રદેશમાં કોઈપણ લગ્ન પ્રસંગે બેન્ડ અને DJ પર કોઈપણ પ્રતિબંધ નથી, જો કોઈ પોલીસ કે પ્રશાસનના અધિકારી દ્વારા રોકવામાં આવશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
Conclusion
ન્યુઝ વેબસાઈટ દ્વારા પબ્લિશ કરવામાં આવેલ ખબર જેમાં યુપીમાં બેન્ડ પાર્ટી – DJ પર પ્રતિબંધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જે તદ્દન ભ્રામક છે. યોગી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઇડલાઇન મુજબ બેન્ડ-DJ માટે લગ્ન સમારોહમાં કોઈપણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. આ મુદ્દે CM યોગીએ ટ્વીટર મારફતે પણ જાણકારી આપેલ છે.
Result :- False
Our Source
navbharattimes,
amarujala
livehindustan
@myogiadityanath
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044)