ક્લેમ :-
अगर हमारी सरकार गिरी तो पूरे देश में आग लगा दूंगा — योगी आदित्यनाथ, नादान ये देश तेरे बाप का है…? सरकार इसकी सुरक्षा में कमी क्या की थी संसद में बच्चे की तरह रोने लगा था.
વેરિફિકેશન :-
સોશિયલ મીડિયા પર એક દાવા સાથે ન્યુઝ ચેનલની બ્રેકીંગ પ્લેટ વાયરલ કરવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે अगर हमारी सरकार गिरी तो पूरे देश में आग लगा दूंगा — योगी आदित्यनाथ, नादान ये देश तेरे बाप का है…? सरकार इसकी सुरक्षा में कमी क्या की थी संसद में बच्चे की तरह रोने लगा था.
આ વાયરલ પોસ્ટની સત્યતા તપાસ માટે ગુગલ કિવર્ડ સાથે આ દાવાને સર્ચ કરતા કેટલાક ન્યુઝ સંસ્થાનના રિપોર્ટ જોવા મળે છે, જેમાં આ ખબરને એક ભ્રામક દાવા રૂપે સાબિત કરવામાં આવી છે.
ત્યારબાદ આ તસ્વીરને ધ્યાનથી જોતા મંતવ્ય ન્યુઝ ચેનલની બ્રેકીંગ પ્લેટ પર આ દાવો કરતી તસ્વીર વાયરલ કરવામાં આવી છે, જયારે મંતવ્ય ન્યુઝ ચેનલ એક ગુજરાતી લોકલ ન્યુઝ ચેનલ છે. આ ન્યુઝ ચેનલ હિન્દી માધ્યમમાં ન્યુઝ પ્રકાશિત કરતી નથી. આ ઉપરાંત યુટ્યુબ પરથી મંતવ્ય ન્યુઝ દ્વારા પબ્લિશ કરવામાં આવેલ ન્યુઝ રિપોર્ટ વિડીઓ જોવા મળે છે.
આ વિડીઓ અને વાયરલ તસ્વીરની સરખામણી કરતા કેટલીક ભૂલ નજરે આવે છે, જે પરથી સાબિત થાય છે કે વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવો તેમજ તસ્વીર બન્ને ભ્રામક છે. મંતવ્ય ન્યુઝના બ્રેકીંગ પ્લેટમાં એડિટીંગ દ્વારા આ દાવો સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
TOOLS :-
GOOGLE REVARSE IMAGES
GOOGLE KEYWORD SEARCH
FACEBOOK SEARCH
YOUTUBE SERACH
TWITTER SEARCH
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)