Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ભારતમાં સૌપ્રથમ એનિમલ બ્રિજ (પ્રાણીઓ માટે અવર-જવર માટે પુલ) દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈ-વે પર બનાવવામાં આવ્યો છે. સોશ્યલ મીડિયા પર એનિમલ બ્રિજની તસ્વીર સાથે આ કાર્ય માટે PM મોદીને ધન્યવાદ આપતી પોસ્ટ શેર કરવામાં આવેલ છે. ફેસબુક અને ટ્વીટર પર “India’s First Animal Bridges In Delhi-Mumbai Expressway To Protect Animals From Getting Hit.” કેપશન સાથે અનેક યુઝર્સ દ્વારા આ પોસ્ટ મુકવામાં આવેલ છે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એનિમલ બ્રિજ બનાવવામાં આવ્યો હોવાના દાવા સાથે શેર કરાયેલ તસ્વીર ગુગલ રિવર્સ ઇમેજ સાથે સર્ચ કરતા reddit વેબસાઈટ પર એક બ્લોગ જોવા મળે છે. જે મુજબ આ બ્રિજ સિંગાપોરમાં આવેલ છે, અને જેનું નામ eco-link @BKE છે.
સિંગાપોરમાં આવેલ એનિમલ બ્રિજ વિશે ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન mongabay દ્વારા જુલાઈ 2017માં પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ આ બ્રિજ 2017માં બનાવવામાં આવ્યો હતો, આ સાથે એનિમલ બ્રિજ વિશે કેટલીક માહિતી તેમજ તેના ફાયદાઓ પણ જણાવવામાં આવેલ છે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગુગલ સર્ચ કરતા કેટલાક ન્યુઝ રિપોર્ટ મળી આવે છે, જે મુજબ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ માહિતી આપી હતી કે દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પ્રોજેક્ટ 2022 સુધીમાં પૂર્ણ થઈ જશે. 60મી વાર્ષિક એસઆઈએએમ પરિષદમાં બોલતા, ગડકરીએ જાહેરાત કરી કે 1222 કિલોમીટરનો એક્સપ્રેસ વે 2022ની શરૂઆતમાં તૈયાર થઈ શકે છે.
જયારે દિલ્હી – મુંબઈ વચ્ચે બની રહેલા હાઈ-વે પર એનિમલ બ્રિજના પ્લાન અંગે ગુગલ સર્ચ કરતા TOI દ્વારા પબ્લિશ કરવામાં આવેલ આર્ટિકલ મુજબ 1-5 એનિમલ બ્રિજ રણથંભોર વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી નજીક આ બ્રિજ બનાવવામાં આવશે. આ ઉપરાંત એનિમલ બ્રિજ અંગે બિઝનેસમેન આનંદ મહિન્દ્રા દ્વારા પણ માર્ગ-પરિવહન મંત્રી નીતિન ગડકરીને ટેગ કરી જણાવ્યું હતું કે “એનિમલ બ્રિજ અંગે જો તમે કોઈ ચોક્કસ ઝોનમાં હાઇવે બનાવતી વખતે આને એક માનક સુવિધા બનાવી શકો છો તો અમને ખૂજબ આનંદ થશે”
વાયરલ સોશ્યલ મીડિયા પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ એનિમલ બ્રિજની તસ્વીર ભ્રામક છે. સિંગાપોરમાં આવેલ એનિમલ બ્રિજની તસ્વીર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈ-વે ની હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. દિલ્હી-મુંબઈ હાઈ-વે નું નિર્માણ કાર્ય 2022માં પૂરું થવાની માહિતી નીતિન ગડકરી દ્વારા આપવામાં આવેલ છે. વાયરલ તસ્વીર સિંગાપોરનો eco-link @BKE બ્રિજ છે.
mongabay
reddit
timesnownews
news18
anandmahindra
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Prathmesh Khunt
February 11, 2023
Prathmesh Khunt
February 4, 2023
Prathmesh Khunt
January 7, 2023