Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
Claim :-
સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઈ રહી છે, તસ્વીરમાં લડાખ વિવાદમાં શહીદ થયેલ કર્નલ સંતોષ બાબુની દીકરી દ્વારા તેમને શ્રદ્ધાંજલી અપાતી હોવાના દાવા સાથે Punjab Kesari, newsuttarakhand, The Squirrel તેમજ અન્ય સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા આ પોસ્ટ શેયર કરવામાં આવી છે. જેમાં તસ્વીરમાં દેખાઈ રહેલ છોકરી શહીદ કર્નલ સંતોષ બાબુની હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
Fact check :-
વાયરલ તસ્વીર પર તપાસ શરૂ કરતા ગુગલ રિવર્સ ઇમેજના મદદ વડે સર્ચ કરતા સોશ્યલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેયર થયેલ આ તસ્વીર જોવા મળે છે.
રિવર્સ સર્ચ દરમિયાન ABVP દ્વારા કરવામાં આવેલ એક ટ્વીટ જોવા મળે છે. જે પ્રમાણે કર્ણાટકમાં ABVP કાર્યકર્તા દ્વારા શહીદ સંતોષ બાબુને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં તેના સાથે તેની નાની બહેન પણ જોડાઈ હતી. તેમજ વાયરલ તસ્વીર પણ જોવા મળે છે.
ત્યારબાદ ABVP દ્વારા જ વાયરલ તસ્વીર પર ખુલાસો આપતી ટ્વીટ જોવા મળે છે, જેમાં ABVP દ્વારા કહેવામાં આવે છે વાયરલ તસ્વીરમાં દેખાઈ રહેલ છોકરી સંતોષ બાબુ નહીં પરંતુ ABVP કાર્યકર્તાની બહેન છે. જે તસ્વીરને કેટલાક યુઝર્સ દ્વારા ભ્રામક દાવા સાથે શેયર કરવામાં આવી રહી છે.
Conclusion :-
વાયરલ તસ્વીર પર મળતા પરિણામ સાબિત કરે છે, તસ્વીર સાથે કરવામાં આવેલ દાવો “શહીદ સંતોષ બાબુની દીકરી” તદ્દન ભ્રામક છે. વાયરલ તસ્વીરમાં કર્ણાટક ABVP કાર્યકર્તા દ્વારા આ પ્રકારે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેના સાથે તેની નાની બહેન પણ જોડાઈ હતી, જે તસ્વીરને સંતોષ બાબુની દીકરી હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી છે.
source :-
facebook
twitter
news report
reverse image search
keyword search
પરિણામ :- ભ્રામક દાવો (MISLEADING)
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.