Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
કોરોના કાળમાં માસ્ક પર 18% GST લેવામાં આવી રહ્યો છે. સોશ્યલ મીડિયા પર “ભાજપ સરકાર કોરોનાથી બચવા માટે પહેરવાના માસ્ક પર 18% GST લગાવે છે એ લોકો મફતમાં કોરોના ની વેકસીન આપવાની વાતો કરે” કેપશન સાથે આ પોસ્ટ વાયરલ થયેલ છે.
માસ્ક પર 18% GST લેવામાં આવતો હોવાના દાવાની શરૂઆત BJP IT સેલમાં પ્રમુખ પ્રશાંત વાળા દ્વારા કરવામાં આવેલ એક ટ્વીટ બાદ થયેલ હતી. આ મુદ્દે વિપક્ષે અને અન્ય કેટલાક યુઝર્સ દ્વારા પણ ટિપ્પણી કરવામાં આવી હતી. જે બાદ પ્રશાંત વાળા દ્વારા આ ટ્વીટ પણ ડીલીટ કરવામાં આવેલ છે.
Factcheck / Verification
માસ્ક પર 18% GST લેવામાં આવતો હોવાના દાવા પર ગુગલ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન financialexpress, glbnews તેમજ economictimes દ્વારા પબ્લિશ કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ માસ્ક પર 5% થી 12% સુધી GST લગાવવામાં આવે છે, ઉપરાંત વેન્ટિલેટર પર 12% અને સૅનેટાઇઝર પર 18% GST લગાવવામાં આવે છે.
આ મુદ્દે વધુ તપાસ કરતા cleartax અને gst.gov પર મેડિકલ સાધનો પર લગાવવામાં આવતા GSTના દર જોવા મળે છે. લિસ્ટ મુજબ માસ્ક પર 5% થી 12% સુધી GST લગાવી શકાય છે, તેમજ વેન્ટિલેટર પર 12% અને ટેસ્ટ કીટ પર 5% ટેક્સ લગાવવામાં આવે છે. જયારે સોશ્યલ મીડિયા પર વાયરલ પોસ્ટમાં 18%નો દાવો તદ્દન ભ્રામક સાબી થાય છે.
Conclusion
વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવો કે માસ્ક પર સરકાર દ્વારા 18% GST લેવામાં આવે છે, જે તદ્દન ભ્રામક દાવો છે. મેડિકલ સાધનો પર GSTના દરની માહિતી મુજબ માસ્ક પર 5% થી 12% સુધી ટેક્સ લગાવવામાં આવે છે. ફેસબુક પર કરવામાં આવેલ દાવો તદ્દન ભ્રામક છે, આ ઉપરાંત સૌપ્રથમ સોશ્યલ મીડિયા પ્રભારી પ્રશાંત વાળા દ્વારા માસ્ક પર 18% GSTની ભ્રામક વાત કરવામાં આવી હતી.
Result :- False
Our Source
cleartax
gst.gov
financialexpress,
glbnews
economictimes
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.