Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
શુશાંતસિંહ રાજપૂત કેસ હાલ ખુબ જ ચર્ચામાં છે. હાલમાં કંગના રૈનોત દ્વારા મુંબઈ પર કરવામાં આવેલ ટિપ્પણી બાદ મુંબઈ શિવસેના આ મુદ્દે નારાજગી વ્યક્ત કરી અને સોશ્યલ મીડિયા પર આ મુદ્દો ખુબ જ ટ્રોલ કરવામાં આવ્યો, જે બાદ કેટલાક લોકો કંગના રૈનોતના સમર્થનમાં તો કેટલાક વિરુદ્ધમાં પોસ્ટ કરી રહ્યા છે. આ તમામ ઘટના બાદ કેન્દ્ર દ્વારા કંગના રૈનોતને Y લેવલ સુરક્ષા આપવામાં આવી છે. ત્યારે મુંબઈમાં શિવસેના કાર્યકરો દ્વારા થઇ રહેલ વિરોધ સામે રાજપૂત કરણી સેનાએ પોતાનું સમર્થન કંગના રૈનોતને આપતા કહ્યું કે “કંગના રૈનોત કો રાષ્ટ્રીય કરની સેના મહારાષ્ટ્ર સુરક્ષા દેગી”, ત્યારબાદ ટ્વીટર પર ગાડીઓ નો કાફલો જઈ રહ્યો છે તેવી તસ્વીર અને “कंगना राणावत के सम्मान में, 1000 गाड़ियों के साथ करणी सेना महाराष्ट्र रवाना। जय भवानी जय राजपूताना। अब देखो हमारी ताकत। हिन्दू एकता जिंदाबाद” કેપશન સાથે અનેક યુઝર્સ દ્વારા આ ટ્વીટ પોસ્ટ કરવામાં આવી છે.
કરણી સેનાએ પોતાનું સમર્થન કંગના રૈનોતને આપતા તેની સુરક્ષા માટે 1000 ગાડીઓ કાફલા સાથે મુંબઈ રવાના થયેલ કરણી સેનાના વાયરલ દાવા પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા NDTV દ્વારા કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જેમાં કંગના રૈનોતના સમર્થનમાં મુંબઈ એરપોર્ટ આવેલ કરણી સેના અને RPI પાર્ટીના કાર્યકર્તા સાથે થયેલ વાતચીત જોવા મળે છે. જે પરથી સાબિત થાય છે, રાજપૂત કરણી સેના અને RPI બન્ને કંગના રૈનોતના સમર્થનમાં મુંબઈ આવેલ છે અને જેમાં હજારો કાર્યકર્તા જોડાયા છે.
જયારે વાયરલ તસ્વીરમાં ગાડીઓ કાફલો જોઈ શકાય છે, જેને રિવર્સ ઇમેજ સર્ચ કરતા Sep 23, 2018ના કરવામાં આવેલ Tweet જોવા મળે છે, જેમાં સમાન તસ્વીર પર એડિટિંગ કરી સચિન પાયલટની તસ્વીર લગાવવામાં આવી છે. તેમજ બીજી વાયરલ તસ્વીર FACEBOOK પર 12 એપ્રિલ 2018ના કરવામાં આવેલ આવેલ પોસ્ટમાં જોવા મળે છે, જેમાં એડિટિંગ દ્વારા નરેન્દ્ર મોદીની તસ્વીર જોવા મળે છે.

આ મુદ્દે સચોટ માહિતી માટે અમે ગુજરાત રાજપૂત કરણી સેનાના કાર્યકર્તા દ્વારા જાણવા મળે છે, અનેક રાજ્યોથી કરણી સેનાના કાર્યકર્તાઓ મુંબઈ કંગના રૈનોતની સુરક્ષા અને સમર્થન માટે ગયેલા છે, પરંતુ વાયરલ તસ્વીર ખુબ જ જૂની અને અલગ-અલગ જગ્યા તેમજ સમયની હોવાનું માની શકાય છે.
કરણી સેનાનો 1000 ગાડીનો કાફલો કંગના રૈનોતના સમર્થન માટે મુંબઈ રવાના થયો હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર ભ્રામક છે. વાયરલ તસ્વીર અને દાવા પર તપાસ કરતા સાબિત થાય છે, કરણી સેનાના કાર્યકર્તાઓ કંગના રૈનોતના સમર્થન માટે મુંબઈ ગયેલા છે. પરંતુ વાયરલ તસ્વીર 2018 અથવા તેનાથી પણ વધુ જૂની હોય શકે છે. અગાઉ પણ અનેક મુદ્દે આ તસ્વીર સોશ્યલ મીડિયા પર અલગ દાવાઓ સાથે વાયરલ થયેલ જોઈ શકાય છે.
NDTV : https://twitter.com/ndtvvideos/status/1303635197850607616
twitter : https://twitter.com/RamawtarGurja10/status/1043969368470695936
facebook : https://www.facebook.com/Smartyabhii66/photos/hat-jao-sareeeeinocent/363945840791690/
Ground Source
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Prathmesh Khunt
April 15, 2021
Prathmesh Khunt
June 30, 2021
Prathmesh Khunt
December 1, 2021