ક્લેમ :-
વર્ષની સૌથી મોટી ભરતી કુલ 3114 જગ્યાઓ ભારત યુવા સશક્તિકરણ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા અમલીકરણ એકમો માટે ભરતી અંગેની જાહેરાત ઓનલાઈન અરજી માટે જુઓ વેબસાઈટ https://www.indiayep.org આ દાવા સાથે એક ભરતી પ્રક્રિયાને લગતુ પેમ્પલેટની તસ્વીર વાયરલ કરવામાં આવી છે.

વેરિફિકેશન :-
ભારત યુવા સશક્તિકરણ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા અમલીકરણ એકમો માટે ભરતી અંગેની જાહેરાત આપતી એક ફેસબૂક પોસ્ટ જોવા મળે છે, જેમાં નીચે મુજબની જગ્યા પર ભરતી પ્રક્રિયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
જિલ્લા પ્રોજેક્ટ ઓફીસર જગ્યાઃ 33 પગારઃ 40000 શૈ.લાયકાતઃ ગ્રેજ્યુએટ
તાલુકા પ્રોજેક્ટ ઓફીસર જગ્યાઃ 252 પગારઃ 35000 શૈ.લાયકાતઃ ગ્રેજ્યુએટ
ક્લસ્ટર કોર્ડીનેટર જગ્યાઃ 753 પગારઃ 30000 શૈ.લાયકાતઃ ધો-12 પાસ
હિસાબનીસ જગ્યાઃ 33 પગારઃ 35000 શૈ.લાયકાતઃ કોમ.ગ્રેજ્યુએટ
સીનિયર ક્લાર્ક જગ્યાઃ 33 પગારઃ 30000 શૈ.લાયકાતઃ ગ્રેજ્યુએટ
જુનિયર ક્લાર્ક જગ્યાઃ 252 પગારઃ 25000 શૈ.લાયકાતઃ ધો-12
કોમ્પ્યુટર ઓપરેટર જગ્યાઃ 1005 પગારઃ 20000 શૈ.લાયકાતઃ ધો-12
પટ્ટાવાળા જગ્યાઃ 753 પગારઃ 15000 શૈ.લાયકાતઃ ધો-8
આ વાયરલ તસ્વીરને અને દાવાને લઇ ગુગલ કિવર્ડ સાથે સર્ચ કરતા કેટલાક ન્યુઝ રિપોર્ટ મળી આવે છે, જેમાં આ ભરતી પ્રક્રિયામાં સરકારી નોકરી આપવાના ખોટા દાવા કરતું કોભાંડ સામે આવ્યું છે, જેના પર દિવ્યભાસ્કર અને ગુજરાત સમાચાર દ્વારા આર્ટિકલ પબ્લિશ કરવામાં આવ્યો છે.


આ ઉપરાંત વાયરલ પોસ્ટમાં જે વેબસાઈટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેને સર્ચ કરતા હાલ તે વેબસાઈટ બંધ કરી દેવામાં આવી છે. ઉપરાંત ભરતી પ્રક્રિયાને લઇ જે પેમ્પલેટ વાયરલ કરવામાં આવ્યું છે, તેમાં નોંધ લખવામાં આવી છે કે આ અરજી માત્ર ઓનલાઇન સ્વીકારવામાં આવશે, તેમજ અરજી ફિ upiના માધ્યમથી લેવામાં આવશે.


ભારત યુવા સશક્તિકરણ પ્રોજેકટના નામે જાહેરાત આપવામાં આવી હતી. કુલ 3114 જગ્યા માટે આ ભરતી પ્રક્રિયા હાથ ધરાવાની હતી. અને જેની ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. અને તે બાબતનું એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું હતું. ગાંધીનગર રોજગાર કચેરીના ધ્યાને આ બાબત આવતા www.indiayesp.org નામની વેબસાઈટ પર આપેલા સરનામા પર તપાસ કરતા ખોટું સરનામું નીકળ્યું હતું. તેમજ મળતા તમામ પરિણામો પરથી સાબિત થાય છે કે આ દાવો અને તસ્વીર બન્ને ભ્રામક છે તેમજ આ એક કોભાંડ છે જેના પર પોલીસ ફરિયાદ નોંધાઈ ચુકી છે. સરકાર દ્વારા આ પ્રકારે કોઈ ભરતી માટે જાહેરાત આપવામાં આવી નથી.
TOOLS :-
GOOGLE KEYWORD SEARCH
FACEBOOK SEARCH
NEWS REPORTS
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044)