Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
વડાપ્રધાન મોદી જેમ-જેમ ગુજરાતની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેઓનો ગુજરાત પ્રવાસ પણ વધી રહ્યો છે. ગયા મહિનના અંતમાં અમદાવાદ તેમજ કચ્છમાં અનેક લોકાર્પણના કામો કર્યા અને સાથે એક જનસભાનું સંબોધન પણ કર્યું હતું. આમ તો જયારે વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે હોય ત્યારે સોશ્યલ મીડિયા પર તમામ અપડેટ જોવા મળી રહે છે. યુઝર્સ તેમજ ચાહકો તેમના કાર્યક્રમોને લગતી અનેક પોસ્ટ શેર કરતા હોય છે. નોંધનીય છે કે બીજી તરફ આપ પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતના ખૂણે-ખૂણે રેલીઓ કરી રહ્યા છે.
સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવતી પોસ્ટમાં વડાપ્રધાનની એક સભાનો વિડીયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં ભારે માત્રામાં ભીડ વડાપ્રધાન મોદીને જોવા ઉમટી હોવાના દર્શ્યો જોઈ શકાય છે, આ ઉપરાંત ચારે બાજુ મોદી-મોદીના નારા પણ સાંભળી શકાય છે. ફેસબુક પર આ વિડીયો “હે કેજરીવાલ ના ખોળા ના ખૂંદનારો જેટલી મહેનત કરવી હોય એટલી કરી લેજો હારી ગયા પછી EVM મશિન ના વાંક ના કાઢતા” ટાઇટલ સાથે કેટલાક યુઝર્સ શેર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વાયરલ વિડીયો ગુજરાતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં શેર કરવામાં આવેલ છે.
આ પણ વાંચો : શું દેશભરમાં કુલ 70 હજારથી વધુ સરકારી શાળાઓ બંધ થઈ છે? જાણો શું છે સરકારી શાળાની સ્થિતિ
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ સમયે એક જનસભામાં ભારે ભીડ ઉમટી અને મોદી-મોદીના નારા લાગી રહ્યા હોવાના દાવા સાથે ફેસબુક પર વાયરલ થઈ રહેલ વિડીયોના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા એક ફેસબુક યુઝર્સ ‘Indians in Australia Wants Modi for PM‘ દ્વારા એપ્રિલ 2019ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોઈ શકાય છે.
ફેસબુક યુઝર દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વિડીયો સાથે આપવામાં આવેલ માહિતી અનુસાર, સિલિગુડી બંગાળ ખાતે ચૂંટણી સમયે આ વિશાળ જનસભાનું આયોજન થયું હતું. જે સમયે ભારે માત્રામાં ભીડ એકઠી થઈ હતી અને મોદી-મોદી નામના નારા પણ લાગ્યા હતા.
આ મુદ્દે વધુ તપાસ કરતા BJPના ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ પરથી 3 એપ્રિલ 2019ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોઈ શકાય છે. ટ્વીટ મારફતે બંગાળ વિધાનસભા ચૂંટણી સમયે કોલકતામાં નરેન્દ્ર મોદીની જનસભાના આયોજન અંગે માહિતી આપવામાં આવેલ છે.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ સમયે એક જનસભામાં ભારે ભીડ ઉમટી અને મોદી-મોદીના નારા લાગી રહ્યા હોવાના દાવા સાથે એપ્રિલ 2019માં કોલકતા (બંગાળ) વિધાનસભા ચૂંટણી સમયે યોજાયેલ જનસભાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોને ગુજરાતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં શેર કરવામાં આવેલ છે.
Our Source
Video Posted by Facebook User ‘Indians in Australia Wants Modi for PM‘ on April 2019
Twitter Post by ‘BJP‘ on April 2019
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar Shah
June 22, 2024
Dipalkumar Shah
June 19, 2024
Dipalkumar Shah
January 6, 2025