Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
આવતા વર્ષે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ જોતા રાજ્યમાં રાજકીય હલચલ તીવ્ર બની છે. આગામી ચૂંટણીને લઇને ભાજપમાં ભારે મૂંઝવણ છે . લખનૌથી દિલ્હી સુધી નેતાઓની મીટિંગો ચાલુ છે. મંત્રીમંડળના વિસ્તરણ અને સંગઠનમાં ફેરફારની અટકળો બધે ફેલાયેલી છે. આ અટકળો વચ્ચે થોડા દિવસો પહેલા CM યોગી આદિત્યનાથે દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી.
આ બેઠક બાદથી પીએમ મોદીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તસવીરમાં પીએમ મોદી ચાર જુદા જુદા લોકો સાથે બેઠલ જોવા મળે છે. જે સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તસ્વીર એક જ દિવસની છે જ્યારે પીએમ મોદી આ લોકોને મળ્યા હતા. તે જ સમયે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ચાર લોકોને મળ્યા અને ચાર વખત કપડાં બદલાવ્યા. (narendra modi changed his clothes four times in one day to meet different leaders)
PM મોદી એક જ દિવસમાં ચાર અલગ-અલગ નેતાઓ ને મળવા માટે ચાર વખત કપડાં બદલાવ્યાં હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર જયારે ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા નીચે મુજબના તથ્યો જાણવા મળે છે. narendra modi changed his clothes four times in one day to meet different leaders
અહીંયા પીએમ મોદી આસામના સીએમ હેમંતા બિસ્વા શર્મા સાથે બેઠેલા જોવા મળે છે. પીએમ મોદીએ સફેદ ડ્રેસ પહેર્યો છે. જયારે આ તસ્વીર ગુગલ રિવર્સ ઇમેજ દ્વારા સર્ચ કરતા 2 જૂન 2021ના હેમંતા બિસ્વા શર્મા દ્વારા પોતના ટ્વીટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલ સમાન તસ્વીર જોવા મળે છે.
બીજી તસવીરમાં પીએમ મોદી એક મહિલા સાથે બેઠા જોવા મળે છે. આ દરમિયાન તેમણે સફેદ ડ્રેસ પહેર્યો છે અને તેના પર ગ્રે સ્કાર્ફ લગાવેલો છે. વાયરલ તસ્વીર ગુગલ સર્ચ કરતા PMO દ્વારા ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ પરથી 10 જૂન 2021ના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. તસ્વીર શેર કરતા પીએમઓ દ્વારા કેપ્શન લખવામાં આવ્યું છે, “મણિપુરના રાજ્યપાલ નજમા હેપ્તુલાએ પીએમ મોદીને મળ્યા.”
ત્રીજી તસવીરમાં પીએમ મોદી ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સાથે જોવા મળે છે. જ્યાં તેમણે સફેદ ડ્રેસ પહેર્યો છે અને તેના ઉપર કેસરી રંગનો સ્કાર્ફ લગાવાયો છે. ગૂગલ રિવર્સ ઇમેજ દ્વારા સર્ચ કરતા અમને 14 જૂન 2021 ના રોજ એનડીટીવી દ્વારા પ્રકાશિત એક અહેવાલ મળ્યો. અહેવાલમાં અપાયેલી માહિતી અનુસાર, 11 જૂને યોગી આદિત્યનાથ પીએમ મોદીને મળવા વડા પ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
જે અંગે PMO ઓફિસ દ્વારા 11 જૂન 2021ના કરવામાં આવેલ ટ્વીટ પણ જોવા મળે છે. જેમાં PM મોદી અને CM યોગી વચ્ચે થયેલ મુલાકાત અંગે જાણકારી શેર કરવામાં આવી હતી.
આ પણ વાંચો :- શું શ્રીનગરમાં માત્ર રોહિંગ્યા મુસલમાનો ના ઘર તોડી પાડવામાં આવ્યા?, જાણો શું છે ભ્રામક દાવો
આ તસવીરમાં પીએમ મોદી ઉત્તરાખંડના સીએમ તીરથ રાવત સાથે બેઠેલા જોવા મળે છે. આ તસવીરમાં પીએમ મોદીએ પીળો ડ્રેસ પહેર્યો છે અને તેના પર ગ્રે અને વ્હાઇટ સ્કાર્ફ લગાવ્યો છે. આ તસ્વીર ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા 7 જૂન 2021ના PMO દ્વારા કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. નોંધનીય છે કે સીએમ તીરથ રાવત વડા પ્રધાનમંત્રી નિવાસસ્થાન પર કોરોના રસીની ચર્ચા કરવા માટે મળવા આવ્યા હતા.
અમારી તપાસમાં મળેલા તથ્યો અનુસાર, વાયરલ તસવીરો અંગે કરવામાં આવેલ દાવા તદ્દન ભ્રામક છે. PM મોદી એક જ દિવસમાં ચાર નેતાને અલગ-અલગ કપડાં બદલાવીને મળ્યા હોવાની ભ્રામક અફવા ફેલાવવામાં આવી છે. આ તમામ નેતાઓ સાથે થયેલ મુલાકાત અંગે ટ્વીટર પર PMO દ્વારા આપવામાં આવેલ માહિતી તારીખ સાથે જોઈ શકાય છે. જે પરથી તમામ સોશિયલ મીડિયા પોસ્ટ ભ્રામક સાબિત થાય છે.
PMO
Twitter
News Article
Newschecker Hindi
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar Shah
August 12, 2025
Kushel Madhusoodan
July 31, 2025
Dipalkumar Shah
July 15, 2025