Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
પ્રહલાદ મોદી જે વડાપ્રધાન મોદીના ભાઈ છે, તેમની પાસે 12 બંગલો, 16 શોપિંગ મોલ અને 400 એકર જમીન પણ છે. સોશ્યલ મીડિયા પર આ દાવો વાયરલ થયેલ છે. જેમાં પ્રહલાદ મોદી પાસે આટલી પ્રોપર્ટી છે, અને તેના પર ED -CBI પણ ચૂપ બેઠી છે. ફેસબુક પર અનેક યુઝર્સ દ્વારા આ પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવા પર ગુગલ કીવર્ડના આધારે સર્ચ કરતા newsbugz, spicynews દ્વારા પ્રહલાદ મોદી પર પ્રકાશિત કરવામાં આવેલ તમામ માહિતી જોવા મળે છે. જેમાં પરિવારના સભ્ય, અભ્યાસ, ધંધો-વ્યવસાય, પ્રોપર્ટી, આવક વગેરે મુદ્દે કેટલીક માહિતી આપવામાં આવેલ છે. જે મુજબ પ્રહલાદ મોદી ઓલ ઇન્ડિયા ફેર પ્રાઈઝ શોપ ડીલર ફેડરેશનના વાઇસ પ્રેસિડેન્ટ છે.

આ મુદ્દે વધુ સર્ચ કરતા યુટ્યુબ પર PM મોદીના પરિવાર અને તેમની લાઈફ સ્ટાઇલ વિશે એક સ્પેશ્યલ રિપોર્ટ પબ્લિશ કરાયેલ છે. આ વિડિઓમાં તેમની શરૂઆતી સંઘર્ષ, પરિવારના સભ્યો, આવક, ધંધા-વ્યવસાય જેવા તમામ મુદ્દે માહિતી આપવામાં આવેલ છે.
પ્રહલાદ મોદી વિશે વધુ સર્ચ કરતા thelallantop દ્વારા 2018માં કરાયેલ ફેકટચેક રિપોર્ટ જોવા મળે છે. આ ફેકટચેક રિપોર્ટમાં પ્રહલાદ મોદી પ્રાઇવેટ જેટમાં મુસાફરી કરી રહ્યા હોવાની તસ્વીર વાયરલ થયેલ હતી, જેમાં લોકોએ કેપશન આપ્યું હતું કે જે માણસ અનાજ-કરિયાણાની દુકાન ચલાવે છે તે પ્રાઇવેટ જેટમાં ફરી રહ્યા છે. જેના પર thelallantopદ્વારા સત્ય સામે લાવવામાં આવેલ છે.

જયારે હાલ આ વાયરલ પોસ્ટ મુદ્દે factcrescendo દ્વારા પ્રહલાદ મોદીનો સંપર્ક કરી તેમની પાસે આ વાત પર સ્પષ્ટતા માંગતા તેઓએ જણાવ્યું કે “મારા વિશે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ આ તમામ માહિતી ભ્રામક છે, હું માત્ર ઓલ ઇન્ડિયા ફેર પ્રાઈઝ શોપ ડીલર ફેડરેશનના વાઇસ પ્રેસિડેન્ટ અને મારી શોપનો માલિક છુ, મારા નામે કોઈપણ બેનામી સંપત્તિ નથી આમ છતાં જે કોઈ એવું માનતા હોય તે માત્ર મને આવી સંપત્તિ પરના દસ્તાવેજ બતાવે”
પ્રહલાદ મોદીના નામ પર આટલી મોટી સંપત્તિ હોવાના વાયરલ દાવો તદ્દન ભ્રામક છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ પોસ્ટ વિશે પ્રહલાદ મોદી દ્વારા જ સ્પષ્ટતા આપવામાં આવેલ છે, ઉપરાંત ન્યુઝ ચેનલ અને યુટ્યુબ વિડિઓ પર મળેલ માહિતી પરથી પણ વાયરલ પોસ્ટ તદ્દન ભ્રામક હોવાનું સાબિત થાય છે.
newsbugz
spicynews
thelallantop
All India Fair Price Shop Dealer’s Federation
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Prathmesh Khunt
February 11, 2023
Prathmesh Khunt
February 4, 2023
Prathmesh Khunt
January 7, 2023