Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
અટારી અને વાઘા બોર્ડર પર 360 ફૂટ ઊંચાઈ પર સૌથી મોટો ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો છે. સોશ્યલ મીડિયા પર “New Indian flag in attari border at 360 feet”,”Largest india’s flag hosted in ATTARI BORDER 360 feet high”,”વાઘા બોર્ડ” કેપશન સાથે અલગ-અલગ ભાષામાં આ વિડિઓ વાયરલ થયેલ જોવા મળે છે.
વાયરલ દાવા પર વધુ સર્ચ કરતા યુટ્યુબ પર પણ “Largest india’s flag hosted in ATTARI BORDER 360 feet” કેપશન સાથે 2017માં પબ્લિશ કરાયેલ સમાન વિડિઓ જોવા મળે છે.
અટારી બોર્ડર પર સૌથી મોટો અને ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકવવામાં આવ્યો હોવાના દાવા પર ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા તેલંગણાના ચીફ મિનિસ્ટર Chandrashekar Rao દ્વારા 291 ફૂટ ઊંચાઈ પર 72*108 ફૂટ માપદંડ ધરાવતો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. hindustantimes દ્વારા જૂન 2016માં પબ્લિશ કરાયેલ રિપોર્ટ અનુસાર K.C.Rao દ્વારા તેલંગાણાના બીજા વાર્ષિક દિન નિમિતે આ ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે તેલંગણા 2 જૂન 2014ના આંધ્રપ્રદેશ માંથી અલગ થયેલ રાજ્ય છે. જયારે 2 જૂન 2016માં K.C.Rao દ્વારા સૌથી મોટો રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો.
વાયરલ દાવા પર મળતા પરિણામ મુજબ કેટલાક કીવર્ડ સાથે યુટ્યુબ સર્ચ કરતા V6 News Telugu યુટ્યુબ ચેનલ દ્વારા પબ્લિશ કરાયેલ વિડિઓ જોવા મળે છે. જેમાં K.C.Rao દ્વારા કરવામાં આવેલ પરેડ અને ધ્વજવંદન પર સંપૂર્ણ વિડિઓ જોઈ શકાય છે. જયારે વાયરલ વિડિઓ માત્ર 3 મિનિટ સુધી જ છે.
જયારે આ ઘટના પર વધુ ગુગલ સર્ચ કરતા timesofindia દ્વારા જાન્યુઆરી 2019ના પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ મેરઠ શહેરમાં ભારતનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ 380 ફૂટની ઊંચાઈ પર બનવા જઈ રહી રહ્યો છે, જેના નિર્માણ કાર્ય શરૂ થવા પર આ ન્યુઝ પબ્લિશ કરવામાં આવેલ છે. તેમજ અહીંયા જાણવા મળ છે, અટારી બોર્ડર પર આવેલ રાષ્ટ્રધ્વજ 360 ફૂટ ઊંચાઈ પર આવેલ છે અને તેને માર્ચ 2017માં લહેરાવવામાં આવ્યો હતો.
અટારી બોર્ડર અને વાઘા બોર્ડર પર ભારતનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હોવાના દાવા સાથે વાયરલ કરવામાં આવેલ વિડિઓ ખેરખર 2016માં તેલંગણાના બીજા વાર્ષિક દિન નિમિતે CM K.C.Rao દ્વારા કરવામાં આવેલ પરેડ અને ધ્વજવંદન સમયનો છે. ફેસબુક અને યુટ્યુબ પર આ વિડિઓનો એક ભાગ લઇ ભારતનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ અને તે પણ અટારી બોર્ડર તેમજ વાઘા બોર્ડર પરનો હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવેલ છે.
timesofindia ; https://timesofindia.indiatimes.com/city/meerut/at-380-feet-meerut-set-to-have-countrys-tallest-tricolour/articleshow/67372281.cms
hindustantimes : https://www.hindustantimes.com/india-news/telangana-kcr-mark-second-year-with-second-tallest-flag-15-new-districts/story-oGYbCqF0XVCwcrrqiywHMP.html#:~:text=Rao%20kicked%20off%20the%20state,the%20historic%20Hussain%20Sagar%20lake.
V6 News Telugu : https://www.youtube.com/watch?v=WOe3M67Rwi0
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Prathmesh Khunt
February 11, 2023
Prathmesh Khunt
February 4, 2023
Prathmesh Khunt
January 7, 2023