Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂત આંદોલન જોતા હવે સરકાર બેકફુટ પર આવી ગઈ છે. દિલ્હી બોર્ડર પર રહેલા ખેડૂતોએ ગૃહમંત્રી અમિત શાહની વાતચીતની માંગને ફગાવતા દિલ્હીને ઘેરવાનું એલાન કર્યું છે.
દિલ્હી ખાતે ચાલી રહેલ ખેડૂત આંદોલન મુદ્દે અનેક વિડિઓ તેમજ તસ્વીર સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ છે, ખેડૂત આંદોલન પર અનેક ભ્રામક દાવાઓ પણ ફરતા થયા છે. ત્યારે ફેસબુક અને ટ્વીટર પર “शाहीनबाग़ वाली दादी अब किसान बन गई” કેપશન સાથે એક વૃદ્ધ મહિલા જે ખેડૂત આંદોલનમાં જોડાઈ હતી તેમની તસ્વીર શેર કરવામાં આવેલ છે, સાથે દાવો કરવામાં આવ્યો છે કે આ શાહિબાગ ખાતે NCR સમયે વિરોધ કરી રહેલ દાદી ‘બિલ્કીસ બાનો’ છે.
શાહિબાગમાં વિરોધ કરી રહેલ દાદી ‘બિલ્કીસબાનો’ હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. જેમાં ફેસબુક પર Sant Baba Jarnail Singh Ji Khalsa Bhindrawale તેમજ Akali Dal Lehra અને punjabiakhbaar દ્વારા આ તસ્વીર ઓક્ટોબર 2020માં થયેલ હરિયાણા-પંજાબ ખેડૂત આંદોલન સમયની હોવાનું સાબિત થાય છે.
જયારે આ દાવા પર વધુ તપાસ કરતા ન્યુઝ સંસ્થાન ndtv, businesstoday અને scroll દ્વારા 1 ડિસેમ્બરના પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ ‘બિલ્કીસબાનો’ જયારે દિલ્હી ખાતે ચાલી રહેલ ખેડૂત આંદોલનમાં જોડાવા ગયા ત્યારે સિંધુ બોર્ડર પર તેમની અટકાયત કરવામાં આવી હતી. આ મુદ્દે ટ્વીટર પર ANI દ્વારા આપવામાં આવેલ માહિતી પણ જોવા મળે છે.
જયારે વાયરલ તસ્વીર અને બિલ્કીસબાનો બન્ને અલગ વ્યક્તિ હોવા પર કેટલાક કીવર્ડ સાથે વધુ તપાસ કરતા ફેસબુક પર The Jamia Timesના ઓફિશ્યલ એકાઉન્ટ પરથી 29 નવેમ્બરના પબ્લિશ કરાયેલ ‘બિલ્કીસબાનો’નો એક વિડિઓ જોવા મળે છે. જેમાં તેઓએ સ્પષ્ટતા આપતા કહ્યું કે તેઓ હાલ પોતાના ઘર પર શાહિબાગ ખાતે છે, તેમજ વાયરલ તસ્વીર ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. વધુમાં તેઓએ જણવ્યું કે તેઓ આ ખેડૂત આંદોલનમાં ભાગ લેવા જશે.
શાહિબાગ વાળા દાદી હવે કિસાન બની ગયા હોવા દાવા સાથે શેર કરવામાં આવેલ તસ્વીર તદ્દન ભ્રામક છે. વાયરલ તસ્વીર ઓક્ટોબરમાં પંજાબ-હરિયાણાના ખેડૂતો દ્વારા કરવામાં આવેલ આંદોલન સમયે જોડાયેલ વૃદ્ધ મહિલાની છે. આ મુદ્દે ‘બિલ્કીસબાનો’ દ્વારા વિડિઓ ઇન્ટરવ્યૂ મારફતે સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
ndtv,
businesstoday
scroll
ANI
The Jamia Times
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Prathmesh Khunt
February 11, 2023
Prathmesh Khunt
February 4, 2023
Prathmesh Khunt
January 7, 2023